જમાઈનો ત્રાસ:ગોંડલમાં પત્ની રીસામણે જતાં પતિએ ઉશ્કેરાઈને પત્ની અને સાસુને લાકડીથી ફટકાર્યા

ગોંડલ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજકોટના આફતાબે ગોંડલની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં
  • મિત્ર સાથે મળી સસરાના ઘરે જઈ મારામારી કરી ધમાલ મચાવી

ગોંડલમાં જમાઈના ત્રાસનો બનાવ સામે આવ્યો છે. જ્યાં પત્ની રીસામણે જતાં પતિએ ઉશ્કેરાઈને સસરાના ઘરે જઈને પત્ની અને સાસુને લાકડીથી ફટકાર્યાની ઘટના સામે આવી છે. હાલ ઇજાગ્રસ્ત સાસુએ ગોંડલ તાલુકા પોલીસમાં જમાઈ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

આફતાબ સાથે પ્રેમલગ્ન કર્યા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના ચોરડી ગામે રહેતા ફરીદાબેન રફીકભાઇ જીણોજાએ રાજકોટ રહેતા તેના જમાઇ આફતાબ સલીમભાઇ કાદરી તથા તેના મિત્ર ઇમ્‍તીયાઝ તાયાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારે સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાં મોટી પુત્રી કુલમે રાજકોટના જંગલેશ્વરમાં 1 વર્ષ પહેલા આફતાબ કાદરી સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. ગત રોજ હું મારા પતિ સાથે ઘરે હતી ત્યારે મારો જમાઈ આફતાબ મારી પુત્રી સાથે આવેલ અને મારી પુત્રીને મુકીને જતો રહ્યો હતો. મારી પુત્રી રિસાઈ ગઈ હતી અને રાજકોટ જવાની ના પાડતી હતી.

તમારી પુત્રીને મારી સાથે મોકલો
વધુમાં ફરિયાદી એ જણાવ્યું હતું કે, બાદમાં રાત્રીના 10 વાગ્યે આફતાબ તેના મિત્ર ઈમ્તીયાઝ તાયાણી સાથે ધસી આવેલ અને 'તમારી પુત્રીને મારી સાથે મોકલો' કહેતા મે મારી પુત્રીને પુછતા તેને ના પાડેલ જેથી મે આફતાબને કહેલ કે 'મારી પુત્રી તારી સાથે નહી આ'વે જેથી ઉશ્કેરાયેલા આફતાબ અને તેના મિત્રએ મારી પુત્રીને ઢીકાપાટુનો મારમારવા લાગેલ જેને બચાવવા કે વચ્ચે પડતા મને પણ લાકડીથી મારમારીને બન્ને શખ્સો નાસી છુટયો હતા.

ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં
બાદમાં બંન્ને ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવારમાં ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિ.આર.ગુજરાતીએ બંન્ને આરોપીની શોધખોળ હાથધરી હતી.

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...