તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરિયાનો ત્રાસ:ગોંડલમાં પતિ અજાણી સ્ત્રીને ઘરે લાવી બે કલાક અલગ રૂમમાં રહ્યો, પત્નીએ પૂછપરછ કરતા મારકૂટ કરી

ગોંડલ3 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • મને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા- પરિણીતા

ગોંડલમાં મહિલાને સાસરિયા દ્વારા ત્રાસ અપાયો હોવાની ઘટના સામે આવી છે. પતિ અજાણી સ્ત્રીને ઘરે લાવી બે કલાક અલગ રૂમમાં રહ્યાં બાદ પત્નીએ પૂછપરછ કરતા મારકુટ શરૂ કરી હતી. બાદમાં રાજકોટ માવતરે રહેતા ગોંડલના પરિણીતા શબનમબેન શેખે પતિ રાકેશ, સાસુ અજમીરાબેન મુજબભાઈ શેખ અને જેઠ માણેકભાઈ શેખ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. સાસુ અને જેઠ પતિની ચડામણી કરતા, પતિ દારૂ પી આવી મારકુટ કરતો, માવતરેથી રૂપિયા લાવવા દબાણ કરી કરિયાવર અંગે મેણાટોણા મારતા હોવાના આક્ષેપ થયા છે.

મને શારિરીક-માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા- પરિણીતા
રાજકોટના મુન નિકેતન, રામનાથપરા ખાતે છેલ્લા અઢી માસથી રહેતા મુસ્લિમ પરિણીતા ફરિયાદમાં જણાવ્યું છે કે, ગોંડલમાં વેરી દરવાજા, હવેલી વાળી શેરી, બેઠા પુલ પાસે, મોતી બજાર, માંડવી ચોક ખાતે રહેતા રાકેશ મુજબભાઈ શેખ સાથે મારા નિકાહ 11/11/2018ના રોજ થયા હતા. મેં એમ.કોમ સુધી અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ હું મારા સાસરે ગોંડલમાં મારા પતિ, સાસુ, અને જેઠ-જેઠાણી સાથે સંયુક્ત પરિવારમા રહેવા ગઇ હતી. ત્યાં મને એક માસ સારી રીતે રાખી હતી. બાદમાં મારા પતિ, સાસુ અને જેઠ ઘરકામ જેવી નાની નાની બાબતમાં ઝગડાઓ કરી મેણાટોણા મારી મને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.

મારા પપ્પાએ 2 લાખ રૂપિયા આપ્યા હતા
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મારા સાસરીવાળા મારા પતિને ચડામણી કરતા હતા. જેથી મારા પતિ મને મારકુટ કરતા અને લગ્ન બાદ 2018માં નાતાલના તહેવારની ઉજવણીમાં જમવાનું બનાવવાની બાબતે એ મારા પતિ અને સાસુ વચ્ચે ઝઘડો થતા અમારા સાસુ મને કહેવા લાગ્યા કે આ તારા કારણે થયું છે. તેમજ તું આવી ત્યારથી જ અમારે ત્યાં સત્યનાશ થવા લાગ્યું છે. તો પણ એ મારે ઘર સંસાર ચલાવવું હોય હું ક્યારેય અમારા સાસુ સામે બોલી નથી, બાદમાં મારી એમ.કોમની પરીક્ષા હોય હું પરીક્ષા આપવા માવતર આવી હતી. પરીક્ષા આપી સાસરે પરત ગઈ ત્યારથી જ મારા સાસુનું મારા તરફનું વર્તન બદલાય ગયું હતું. એ મને માત્ર કામની બાબતે જ બોલાવતા તેમજ અમારા પતિને ચડામણી કરતા હોય ત્યારે મારા પતિ મારી સાથે ઝઘડો કરતા અને આ મારા સાસુ કરીયાવર બાબતે મેણાટોણા મારતા અને કહેતા કે રાકેશના ધંધા માટે તારા માવતરેથી રૂપિયા લઈ આવ. જેથી મારા પપ્પાએ 2 લાખ રૂપિયા આપ્યા હતા.