પ્રકાશના પર્વ સમાન દિવાળીમાં લોકો આનંદ અને ઉલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે દિવાળીના દિવસે ગોંડલ કોંગ્રેસના શહેર પ્રમુખ આશિષ કુંજડિયા સહિત 3 આગેવાનો નશાની હાલતમાં ઝડપાયા હતા જેથી પોલીસ દ્વારા ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. હવે આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે કોંગી નેતા આશિષ કુંજડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, આખા શહેરમાં હું એક જ પીધેલો પકડાઉં એ વાત કેમ માની લેવી !. આ મુદ્દે ભાજપના નેતા ચંદુ દુધાત્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે માટે આ કાયદાનું પાલન કરો.
મારી ઓફિસમાં ચોપડા પૂજનનું કામ થતું હતું
ગોંડલ કોંગ્રેસના શહેર પ્રમુખ આશિષ કુંજડિયાએ જણાવ્યું હતું કે, બે દિવસથી મારા ઉપર ખોટા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે. દિવાળીના દિવસે પોલીસે મારી ઓફી માંથી એક દારૂનું ટીપું પણ પકડ્યું નથી. બધા જાણે છે કે ગોંડલમાં વર્ષોથી કાળા કામો ભાજપના હોદ્દેદારો કરતા આવ્યા છે છતાં દિવાળીના પર્વ પર હું એકલો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યું એ વાત કેટલી હદે સાચી છે. ગોંડલ ભાજપ દ્વારા પોલીસને કંટ્રોલ કરી મારી ઉપર ખોટો કેસ કરવામાં આવેલો છે. પીએસઆઇ ઝાલા જેણે મારી ધરપકડ કરી અને તે મને જયારે ઓફિસથી લઇ ગયા કે ત્યારે રાત્રીના પેટ્રોલીંગ મા પણ ન હતા દિવાળીની રાત્રે મારી ઓફિસમાં ચોપડા પૂજનનું કામ થતું હતું છતાં એમાંથી મને અટકાવીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. એટલે મારા પર ખોટા આક્ષેપો લગાવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતાઓએ દારૂબંધીના કાયદાનું પાલન કરવું જોઈએ
આ મુદ્દે ભાજપના નેતા ચંદુ દુધાત્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે,બે દિવસથી અખબારોમાં અને ચેનલોમાં કોંગ્રેસના હોદ્દેદારોની વાતો સામે આવી રહી છે એ લોકોએ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ભંગ કર્યો છે અને બંધ કર્યા બાદ મારા પર એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ દ્વારા પોલીસને કંટ્રોલ કરવામાં આવી રહી છે તો આ વાત સદંતર ખોટી છે પોલીસ પોતાનું કામ કરી રહી છે અને કોંગ્રેસના આ નિવેદનને હું સખત ભાષામાં વખોડી રહ્યો છું કોંગ્રેસના નેતાઓએ દારૂબંધીના કાયદાનું પાલન કરવું જોઈએ.
શું હતો સમગ્ર બનાવ
આજથી 2 દિવસ પહેલા દિવાળીની રાત્રે ગોંડલ પોલીસ દ્વારા રાત્રી દરમિયાન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન દિવાળીની મોડી રાત્રે ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા અને અન્ય બે લોકો લોકો શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતાં. જેમની પૂછપરછ કરતા તેઓ થોથવાતી જીભે જવાબ આપી રહ્યા હતાં. જેથી પંચોની હાજરીમાં તેમની તપાસ કરતા ત્રણેય નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.
આ મુદ્દે વિખવાદ થતા ભાજપ-કોંગ્રેસ આમને સામને
દારૂના નશામાં ઝડપાયેલા ત્રણ લોકોમાં એક ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા (રહે. ગોંડલ વોર કોટડા રોડ રૈયાણીનગર) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓની ઓળખ જયસુખભાઇ રસીકભાઇ વઘાસીયા (રહે. ગોંડલ કૈલાસ બાગ-1) અને ચંદુભા અમરસંગ જાડેજા (રહે. ગોંડલ યોગીનગર) તરીકે કરવામાં આવી છે. પોલીસે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આ મુદ્દે વિખવાદ થતા આજે આશિષ કુંજડિયા દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.