તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપે હોદ્દેદારોના સગાઓને ટિકિટ નહીં તેમજ સતત 3 ટર્મથી પદ ધરાવતાને કે પછી તેમના સગાઓને ટિકિટ નહિ તેવી ગાઈડલાઈન બનાવી નવા ઉમેદવારો જાહેર કર્યા છે પણ ગોંડલમાં ભાજપની આવી કોઇપણ શિખામણ કે ગાઈડલાઈન ચાલી નથી. ચાલ્યો છે તો ફક્ત ને ફક્ત સગાવાદ જ. જેઓના 60 વર્ષ પૂરા થયા છે. ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂકેલા બી.પી. સોલંકીના પત્ની નાથીબેન, દશરથસિંહ ઉર્ફે ભીખુભાના પુત્ર હરિશ્ચંદ્રસિંહ ઝાલા, તાલુકા અને જિલ્લા બંને પંચાયતમાં રહી ચૂકેલા કિશોર આંદિપરાના પુત્ર ભાર્ગવ આંદિપરાને પણ ટિકિટ અપાઈ છે. સગાવાદમાં ધારાસભ્ય ગીતાબાના ભત્રીજા મયૂરધ્વજસિંહ હરદેવસિંહને ગુંદાળા પરથી દાવેદારી અપાઈ છે આ રીતે કુલ 5 નામ ફક્ત બદલ્યા છે હોદ્દો તે જ પરિવારમાં રહ્યો છે.
સત્તાવાર રીતે યાદી જાહેર થાય તો બળવાનો ડર ભાજપને લાગ્યો એટલે બુધવારે રાત્રે ફોન કરી ફોર્મ ભરવા સૂચના આપી હતી. જેથી 5થી વધુ જૂના જોગી કે જેમના પુત્ર, પત્નીને ટિકિટ અપાઈ છે તેઓ ચુપચાપ ફોર્મ ભરી આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ તાલુકામાં પણ અમુક બેઠકોને લઈને વિવાદ થવાની શક્યતા હોય ત્યાં સીધા જ મેન્ડેટ આપી દેવાયા હતા.
ખર્ચ વધે નહિ એટલે સાથે ફોર્મ ન ભર્યા
તાલુકા ભાજપના પ્રફુલ ટોળિયાએ જણાવ્યું હતું કે, ભાજપની ગાઈડલાઈન મુજબ જ ટિકિટ અપાઇ છે. જેમના 60 વર્ષ પૂરા થતા હતા તેમના પુત્ર કે પત્નીને ટિકિટ અપાઈ છે જ્યારે હરદેવસિંહ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એટલે તેમના પુત્રને ટિકિટ આપી, એકાદ બે નામમાં અસમંજસ હતી એટલે બધાને ફોન કરી જાણ કરી દીધી હતી. કાર્યકરો સાથે ઢોલ નગારા લઈ જાય તો ખર્ચ સહિતના મુદ્દા હતા એટલે સાદગીથી 21 ફોર્મ ભર્યા, છેલ્લું કાલે ભરાશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.