બિનહરિફ કરવા પ્રયાસ:ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત રહેશે, વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ

ગોંડલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ભાજપનું શાસન આવશે. - Divya Bhaskar
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ભાજપનું શાસન આવશે.
  • ખેડૂત વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું

ભારતીય જનતા પાર્ટીનું શાસન ગોંડલ માર્કેટ યાર્ડમાં યથાવત રહેશે તેવું જાણવા મળ્યું છે. કારણ કે, વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ બિનહરીફ થઈ છે. ખેડૂત વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ભાલોડી અશ્વિનભાઈ ત્રીકમભાઈએ ફોર્મ પાછું ખેંચતા 16માંથી નગરપાલિકાના સદસ્ય સાથે 9 બેઠક ભાજપને મળતા શાસન આવનારા પાંચ વર્ષ માટે યથાવત રહેશે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીરામાણી અને શહેર ભાજપ પ્રમુખ ચંદુ દુધાત્રાની મેહનતથી બેઠકો બિનહરિફ થઈ છે.

ગોંડલ ભાજપનો ગઢ મનાય છે
ગોંડલ ભાજપનો ગઢ છે. તેમાંય મુખ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાંથી ગોપાલભાઈ શિંગાળા, અલ્પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડિયા, કુરજીભાઈ ભાલાળા, કચરાભાઈ વૈષ્ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી, મનીષભાઈ ગોળ, સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા અને વેપારી વિભાગમાંથી જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા મળી 16 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

કાલે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી
રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટેનું આવતીકાલે મતદાન છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી પર બિનહરિફ કરાવવા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને કમાન સોંપવામાં આવી હતી. પરંતુ સફળતા ન મળતા કાલે મતદાન છે. આ યાર્ડમાં 14 બેઠક પર 32 ઉમેગવાર ઉભા રહ્યા છે. અને 2032 મતદારો કાલે મતદાન કરશે.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...