• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Gondal And Dhoraji, On The First Day Of Navratri, It Started Raining With Thunder, The Pavilion Was Flooded, The Ground Was Flooded.

પહેલા નોરતે જ મેઘવર્ષા:ગોંડલ અને ધોરાજીમાં નવરાત્રિના પહેલા દિવસે જ ગાજવીજ સાથે વરસાદ શરુ, મંડપ પલળી ગયા, ગ્રાઉન્ડમાં પાણી ભરાયા

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગોંડલમાં શિવરાજગઢ તથા આસપાસના ગામોમાં બે ઇંચ વરસાદ નોંધાયો

રાજકોટ જિલ્લાના ગોંડલ અને ધોરાજીમાં નવરાત્રિના પહેલા દિવસે જ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે. તેમાંય ગોંડલના શિવરાજગઢ તથા માંડણ કુંડલા, કમરકોટડા,દેવચડી સહિતના આસપાસના ગામોમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં નવરાત્રિ માટે તૈયાર કરેલા મંડપ પલળી ગયા છે. તેમજ સોસાયટીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ મળી રહ્યો છે.

ગોંડલમાં વરસાદ
ગોંડલમાં વરસાદ

લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ
ઉલ્લેખનીય છે કે ગોંડલ પંથકમાં ભારે વરસાદના કારણે મગફળી,કપાસ,સોયાબીન, એરંડા અને કપાસ સહિતના પાક ખેતરોમાં પાણી ભરાતા નાશ પામતા લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. જગતનો તાત લાચાર થયો છે અને પહેલા વરસાદ ખેંચાતા અને પછી અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતાં સરકાર પાકવીમો સહિત કૃષિ પેકેજની જાહેરાત કરી ખેડૂતોને દેવાના ડુંગરમાં દબાતા બચાવી લે તેવી વીરપુરના ખેડૂતો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પાસે માંગ કરી છે.

ધોરાજીમાં વરસાદ
ધોરાજીમાં વરસાદ

126 ટીમ દ્વારા સર્વેની કામગારી હાથ ધરાઈ
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે પાકમાં નુકસાન થયું છે. તો વળી નદી-નાળા અને ડેમ બધા ભરાઈ જતા અને પાણીના તળ ઉંચા આવતા શિયાળુ પાક માટે સ્થિતિ ખૂબ સારી ઉભી થઈ છે. આ અંગે રાજકોટ જીલ્લાના ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવા એ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં ઘણું નુકસાન થયું છે. ખેડૂતોની જમીનનું ધોવાણ થઇ ગયું છે. તેને લઈને જિલ્લામાં નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.સર્વેની કામગીરી હાલ 95% પૂર્ણ થઈ ચૂકી છે. રાજકોટ જિલ્લામાં કેટલી જમીનનું ધોવાણ થયું છે તે અંગેનો સર્વે કરવા 126 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને હજુ પણ કામગીરી ચાલુ છે.

( હિમાંશુ પુરોહિત, ગોંડલ અને ભરત બગડા,ધોરાજી )