વીડિયો વાઇરલ:ગોંડલમાં ભગવતપરામાં વૃદ્ધાનો દેશી દારૂની કોથળીનો ખુલ્લેઆમ વેપલો, ગ્રાહકોને કહ્યું વાતો કરવી હોય તો દૂર જાવ

રાજકોટએક મહિનો પહેલા
વૃદ્ધા શેરીમાં જ દેશી દારૂનું વેચાણ કરે છે.
  • વીડિયો વાઇરલ થતા ગોંડલ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા

એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ ગુજરાતમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂનો વેપલો ખુલ્લેઆમ થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે એક વૃદ્ધા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયો ગોંડલ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. વીડિયોમાં વૃદ્ધા ગ્રાહકોને કહી રહી છે કે, વાતો કરવી હોય તો દૂર જાવ.

પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે જાહેરમાં ખુલ્લામાં બેસી શેરીમાં એક વૃદ્ધ મહિલા દેશી દારૂનું વેચાણ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયો ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તાર શેરી નંબર 19/12નો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં વૃદ્ધ મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરે છે અને વાતો કરવા મનાય કરે છે. વાતો કરવી હોય તો દૂર જાવ તેવું પણ કહે છે. જે વાઇરલ વીડિયો પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે.

દેશી દારૂ ખરીદવા લોકો ઉમટી પડે છે.
દેશી દારૂ ખરીદવા લોકો ઉમટી પડે છે.

વીડિયો ક્યારનો તે તપાસનો વિષય
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઇરલ થયો તે વીડિયો ક્યાં સમયનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ વાઇરલ વીડિયો પોલીસની કામગીરી સામે સવાલ જરૂર ઉભા કરી રહી છે.