હેવાનિયતની હદ:ગોંડલમાં મહિલાને 6 શખ્સો બળજબરીથી ઉઠાવી ગયા, વાડીમાં આંતરી જઈ મોડી રાતથી સવાર સુધી સામુહિક દુષ્કર્મ આચર્યું

ગોંડલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાના નિવેદનના આધારે બળાત્કારીઓ વિરૂધ્ધ ગુનો નોંધવા પોલીસની તજવીજ
  • હાલ પીડિતાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ

રાજકોટના હુડકો વિસ્તારમાં રહેતી એક મહિલા ગોંડલમાં હતી ત્યારે અજાણ્યા પાંચથી છ શખ્સો તેણીને ખેંચીને બળજબરીથી બાઇકમાં બેસાડી નજીકની વાડીમાં લઈ ગયા હતા ત્યાં વારાફરતી શારિરીક દુષ્કર્મ ગુજારતા તેણીને શારીરિક ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ નજીક મૂકી જતો રહ્યો
બનાવની વિગતો અનુસાર, હુડકો વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા ગઈકાલે સાંજના સમયે ગોંડલના બસસ્ટેન્ડ પાછળ અમૃત હોટેલ પાસે હતી ત્યારે ત્યાંથી ઇકો ગાડી વાળા દાફડાભાઈ અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે મહિલા સાથે બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી કરી હતી.ત્યારબાદ તે લોકો જતા રહ્યા હતા અને રાત્રીના સમયે ફરીથી દાફડાભાઈ બાઇક લઇને આવ્યા અને રાત્રીના સમયે બાઇકમાં બેસાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડ નજીક મૂકી જતો રહ્યો હતો.

વારાફરતી શારીરિક સંબંધ બાંધ્યો
થોડીવાર બાદ કોઈ અજાણ્યા પાંચથી છ શખ્સો બાઇકમાં ધસી ગયા હતા અને તેઓ દાફડાભાઈના સબંધી હોવાનું જણાવી ત્યાંથી આ મહિલાને બાઇક પર બળજબરીથી ઉઠાવી ગયા હતા અને તેણીને વાડીમાં લઇ ગયા હતા.ત્યાં આ શખ્સોએ રાત્રીના બાર વાગ્યાથી સવારના પાંચેક વાગ્યા સુધી વારાફરતી શારીરિક સંબંધ બાંધ્યો હતો.તેને કારણે શરીર ઉપર ઇજા થતાં અને દુખાવો થતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ડો.ઝલકે રિટ્રોગેટ એમએલસી જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

ફરિયાદ લેવા તજવીજ શરૂ
બનાવ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવતા રાજકોટ સિવિલમાં દોડી ગયા હતા.તેઓના પિતા હયાત નથી.તેણી ઘરેથી રસોડા કરવા જાવ છું તેમ કહીને ગયા હતા.આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફને જાણ કરતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા અને મહિલાનું નિવેદન નોંધી ફરિયાદ લેવા તજવીજ શરૂ કરી છે.

( દેવાંગ ભોજાણી, ગોંડલ )

રાજકોટમાં રહેતી 50 વર્ષની મહિલા આર્થિક મદદ માટે ગોંડલ એક ઇસમ પાસે ગઇ હતી, ત્યાં અન્ય એક શખ્સે તેની સાથે રૂ.500માં શરીરસંબંધની વાત કરી હતી, જોકે બાદમાં તે મુદ્દે માથાકૂટ થયા બાદ છ શખ્સે ત્યક્તાને વાહનમાં એક વાડીમાં લઇ જઇ ત્યાં સામૂહિક દુષ્કર્મ આચરી ત્યક્તા પર અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. ઘટના પ્રકાશમાં આવતા પોલીસે ચાર લાઇનબોય સહિત છ આરોપીને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

રાજકોટની 50 વર્ષની મહિલાએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં છ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 32 વર્ષ પૂર્વે થયા હતા, અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, 13 વર્ષ પૂર્વે પતિ સાથે છૂટાછેડા બાદ એકલી રહેતી હતી અને કેટલાક સમયથી તેનો ભત્રીજો સાથે રહે છે. કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોય ગત તા.7ના ભત્રીજાને આ અંગે વાત કરતાં ભત્રીજાએ ગોંડલ રહેતા મિત્ર અકબર પાસે જવાનું કહેતા ગોંડલ બસ સ્ટેશને ગઇ હતી ત્યાં અકબરે નજીકમાં આવેલા અમૃત ગેસ્ટહાઉસમાં જવાનું કહ્યું હતું, થોડીવાર બાદ અકબર ગેસ્ટહાઉસમાં પહોંચ્યો હતો એ રૂ.300 આપી જતો રહ્યો હતો, થોડીવાર બાદ નિખિલ ચંદુ દાફડાનો ફોન આવ્યો હતો અને રાત્રે 9 વાગ્યે નિખિલ તથા તેનો મિત્ર પ્રવીણ ત્યાં પહોંચ્યા હતા, નિખિલે મહિલાને કહ્યું હતું કે, પ્રવીણ તારી સાથે શરીરસુખ માણશે અને તેના બદલામાં રૂ.500 આપશે તેમજ ગેસ્ટહાઉસનું રૂ.500 ભાડું ચૂકવશે, થોડીવાર બાદ મહિલા અને પ્રવીણ રૂમમાં ગયા હતા ત્યાં મહિલાએ રૂ.500ની માંગ કરતાં બંને વચ્ચે બોલાચાલી થતાં મહિલાએ નિખિલને અને પ્રવીણે તેના બે મિત્ર રાહુલ તથા અજયને ફોન કરતાં તે ત્રણેયે ગેસ્ટહાઉસે પહોંચ્યા હતા અને દાફડાએ મહિલાને બસમાં બેસાડી રાજકોટ મોકલી દેવાની વાત કરી તમામ લોકો ગેસ્ટહાઉસમાંથી બહાર નીકળી ગયા હતા.

નિખિલ દાફડાએ પોતાના બાઇકમાં મહિલાને બેસાડી દીધી હતી અને અન્ય શખ્સો અલગ અલગ વાહનોમાં તેની સાથે ચાલવા લાગ્યા હતા. રસ્તામાં નિખિલે મહિલાને દબાણ કર્યું હતું કે, પ્રવીણ સાથે જવું પડશે તેમ કહી પ્રવીણના સ્કૂટરમાં મહિલાને બેસાડી દીધી હતી અને સ્કૂટરમાં મહિલાની પાછળ રાહુલ પણ બેસી ગયો હતો, રાહુલ અલગ વાહનમાં તેની સાથે જતો હતો જ્યારે નિખિલ ત્યાંથી રવાના થઇ ગયો હતો. પ્રવીણ સહિતના શખ્સો મહિલાને એક વાડીમાં લઇ ગયા હતા અને ત્યાં વાડીમાલિક મહેશ નામનો શખ્સ હાજર હતો, પ્રવીણે વાડીમાં હાજર તમામ લોકો સાથે શરીરસંબંધ બાંધવાનું કહેતા મહિલાએ ઇનકાર કર્યો હતો ત્યારે પ્રવીણે મહિલાના કપડાં ઉતારી નાખ્યા હતા અને વાડીમાલિક મહેશે મહિલા પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો, ત્યારબાદ પ્રવીણ અને રાહુલ તથા ત્યારબાદ કલ્પેશ અને અજયે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. છએય શખ્સે રાત દરમિયાન ત્રણ વખત શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો.

વહેલી સવાર સુધી મહિલા પર અત્યાચાર ગુજાર્યા બાદ સવારે છ વાગ્યે મહિલાને પ્રવીણ, રાહુલે કોલેજ ચોકમાંથી ઇકો કારમાં બેસાડી રાજકોટ તરફ રવાના કરી હતી, છ છ શખ્સના અત્યાચારનો ભોગ બનનાર મહિલાએ જેતપુર રહેતી તેની સહેલીને ફોન કરતા સહેલીના કહેવાથી તે જેતપુર ગઇ હતી અને ત્યાં આપવીતી વર્ણવી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યક્તાની આપવીતીથી પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને પોલીસે છ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી અજય વિનોદ દેરવાડિયા, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરના પુત્ર કલ્પેશ નરશી પરમાર, એસઆરપીના હેડ કોન્સ્ટેબલના પુત્ર નિખિલ ચંદુ દાફડા, એસઆરપી મેનના પુત્ર પ્રવીણ સોમા પરમાર, નિવૃત્ત એએસઆઇના પુત્ર મહેશ ભીખા માનસુરિયા તથા રાહુલ મનસુખ રાદડિયાને સકંજામાં લઇ આરોપીઓની સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.