પુત્રની પિતા વિરુદ્ધ ફરિયાદ:ગોંડલમાં પિતા ચારિત્ર્ય અંગે શંકા કરી મરવા મજબૂર કરતા માતાએ આપઘાત કર્યો, મને ડરાવવા બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યાનો પુત્રનો આક્ષેપ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુત્રએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી (ફાઈલ તસવીર) - Divya Bhaskar
પુત્રએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી (ફાઈલ તસવીર)
  • પુત્રએ ફરિયાદ નોંધાવતા ગોંડલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી

ગોંડલના ભગવતપરામાં રહેતી મહિલાએ 2 જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકનાં પુત્રએ તેના પિતા સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મારી માતાના ચારિત્ર્ય ઉપર પિતા શંકા કરી અવારનવાર ઝઘડા કરી આપઘાત માટે મજબૂર કર્યા હતા. તેમજ મને ડરાવવા માટે બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરી ગાળો ભાંડી મૂંઢ માર માર્યો હતો.

તલવાર સાથે મને ફરી ધમકાવ્યો હતો
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પિતાના મૂંઢ મારથી મને શરીરે ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તેમજ સરકારી હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે તલવાર લઈ જઈ મને ફરી ધમકાવ્યો હતો, આથી મેં મારા પિતા વિરૂદ્ધ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદ અંગે આરોપી સામે IPC કલમ 306, 323, 504 તથા આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આરોપી પિતાની ગણતરીની કલાકોમાં ધરપકડ
આ ઘટનાની તપાસ ચલાવી રહેલા સિટી પોલીસ મથકના PSI ધર્મિષ્ઠાબેન માઢકે ગણતરીની કલાકોમાં જ આરોપીને તેની પાસેની એક નાળવાવાળી બંદૂક સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ડ્રાઇવિંગનો ધંધો કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.