તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનલ ફેમિલી ડે:ગોંડલમાં પટેલ પરિવારના 1થી 88વર્ષ સુધીના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો, વેક્સીન લીધી હતી એટલે ક્રિટિકલ પરિસ્થિતિ ન થઇ

ગોંડલ2 મહિનો પહેલા
તમામે કોરોના ને હરાવતા ખુશી ની લહેર ફેલાઈ હતી
  • પરિવારમાં 9માંથી 8 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા.

સમગ્ર ભારત દેશ માં હાહાકાર મચાવતો કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટે ચડ્યા છે. ત્યારે આજે ઇન્ટરનેશનલ ફેમિલી ડે નિમિતે ગોંડલના પટેલ પરિવારની વાત કરવી છે જેમના પરિવારના 9 સભ્યોમાંથી 8 સભ્યો સભ્યોને કોરોના થયો હતો. જેમાં 1 વર્ષના બાળકથી લઇને 88 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. પરંતુ 45 વર્ષથી વધુના ત્રણેય વડીલોએ વેક્સિન લીધી હતી જેના કારણે તમામે કોરોના ને હરાવતા ખુશી ની લહેર ફેલાઈ હતી

વીરપરિયા પરિવારમાં 9 માંથી 8 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા.
ગોંડલના રહેવાસી કુલદિપભાઈ વ્રજલાલ વીરપરિયા જે ગોંડલના રીબડા ખાતે કાસ્ટિંગની ફેક્ટરી ધરાવે છે તેમના પરિવારમાં તેમના માતા જ્યોત્સ્નાબેન, પિતા વ્રજલાલ દાદી રંભાબેન(ઉ.88) પત્ની પાયલ પુત્ર શિવમ (ઉ.વ.1) તેમજ તેમના બહેન અંકિતાબેન તથા તેમની બંને પુત્રી આર્યા, આધ્યા મળી કુલ 9 લોકોમાંથી 8 લોકો કોરોના સંક્રમિત થયા હતા.

તમામે કોરોના ને હરાવતા ખુશી ની લહેર ફેલાઈ હતી
તમામે કોરોના ને હરાવતા ખુશી ની લહેર ફેલાઈ હતી

વેક્સીન લીધી હતી એટલે ક્રિટિકલ પરિસ્થિતિ ન થઇ
આ અંગે વાત કરતા કુલદિપભાઈએ જણાવ્યું હતું કે,મારી માતાને બાદ કરતા રાજકોટથી આવેલ બહેન અને બંને ભાણેજો સહીત મારા પરિવારમાં અમને બધાને કોરોના થયો હતો. મારા માતા-પિતાએ અને બા એ વેક્સીન લઇ લીધી હતી. જેમાં મારી માતા અને બાએ તો વેક્સિનના બન્ને ડોઝ લીધા છે જયારે મારા પિતા એ એક જ ડોઝ લીધો છે મારા બા ની ઉમર 88 વર્ષ છે. કોરોના આવતા અમે સૌ મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ વેકિસન કમાલ કરી ગઈ અને પરિસ્થિતિ ક્રિટિકલ અટકી ગઈ છે. જેથી અમે લોકોએ ઘરેજ સારવાર લઇ આમે કોરોનાને હરાવ્યો છે

વેક્સિનને કારણે જ મારી જિંદગી બચી છે - રંભાબેન
ઘરના વયોવૃદ્ધ સભ્ય રંભાબેનએ જણાવ્યું હતું કે, પહેલાતો કોરોના એવી મહામારી છે કે, તમને શારીરિક, માનસિક અને આર્થિક રીતે તોડી નાખે છે. પરંતુ હા આ પરિસ્થિતિમાં તમારે ગભરાવાની બિલકૂલ જરૂર નથી. અમે પહેલા તો ખૂબ જ ગભરાયા. બાદમાં પોઝિટિવ રહેવાનું ચાલુ કર્યુ, મને 88 વર્ષ થયા છે જ્યારેથી કોરોનાનો પગ પેસારો થયો છે ત્યારથી જરૂર વગર ઘરની બહાર નિકળવાનું ટાળ્યું છે. મેં કોરોનાની વેક્સિન મુકાવી છે અને બન્ને ડોઝ લીધા છે. એ કારણથી જ મારી જિંદગી બચી છે. દરેક વ્યક્તિએ અચૂક વેક્સિન મુકાવવી જ જોઈએ

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...