તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓની દિવાળી સુધરી:સોનામાં રૂ. 50 કરોડ, ઈલેક્ટ્રોનિકમાં રૂ. 30 કરોડનો વેપાર, ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં સ્ટોક ખૂટી પડયો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમીન-મકાનમાં 547 દસ્તાવેજ થયા, દરેક ક્ષેત્રમાં વેપાર નીકળતા વેપારીઓની દિવાળી સુધરી

કોરોનાને હિસાબે રાજકોટની ગાયબ થયેલી રોનક દિવાળીમાં પરત ફરી છે. કોરોનાને હિસાબે લોકો ખરીદી કરવા નહીં આવે તેવી ભીતિ વેપારીઓને હતી પરંતુ દરેક સેક્ટરમાં ખરીદી નીકળતા વેપારીઓની દિવાળી સુધરી ગઈ હતી.રાજકોટમાં ધનતેરસ નિમિત્તે ઈલેકટ્રોનિક માર્કેટમાં રૂ. 30 કરોડનો વેપાર થયો હતો. સોનીબજારનું ટર્નઓવર રૂ. 50 કરોડ રહ્યું હતું. જ્યારે વાહન બજારમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં સ્ટોક ખૂટી પડયા હતા.

સોનામાં અપેક્ષા કરતા વધુ વેપાર
ધનતેરસમાં લગ્નની 25 ટકા ખરીદી થઈ ગઈ હતી. જ્યારે ચાંદીમાં નહિવત વેપાર હતો. અપેક્ષા હતી તેના કરતા વધુ વેપાર થયો છે. આ ખરીદી હવે ફેબ્રુઆરી સુધી ચાલશે > પ્રવિણભાઈ વૈદ્ય, ગુજરાત કમિટી મેમ્બર, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ

હોમ એપ્લાયન્સમાં નોરતાથી તેજી
ગત વર્ષે ધનતેરસ અને દિવાળીમાં જ સૌથી વધુ સેલિંગ થયું હતું. જ્યારે આ વર્ષે નોરતાથી વધુ ખરીદી થઈ રહી છે. જેમાં ફુલ્લી ઓટોમેટિક અને ડબલ ડોર ફ્રીઝ, મશીન, એલઈડી, ઘરઘંટીની વધુ ડિમાન્ડ રહી છે. > રવજીભાઈ રામોલિયા, વેપારી

રૂ. 2.7 કરોડની સ્ટેમ્પ ડયૂટીની આવક થઈ
રાજકોટમાં ઝોન 6 માં સૌથી વધુ દસ્તાવેજ નોંધાયા છે. જેની સંખ્યા 75ની છે. રાજકોટ જિલ્લામાં સ્ટેમ્પ ડયૂટીની આવક રૂ. 2.07 કરોડથી વધુ રહી હતી. જ્યારે નોંધણી ફી રૂ. 40.20 લાખ નોંધાઈ છે. લોકોએ રૂ. 50 લાખની નીચેના બજેટના ઘર, દુકાનની ખરીદી કરવાનું વધુ પસંદ કર્યું હોવાનું બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા જણાવે છે.

કારની કેશથી વધુ ખરીદી
આ વખતે લોકોએ કેશ વધુ ખરીદવાનું પસંદ કર્યું હતું. જેને કારણે કેશ રેશિયો 35 ટકા સુધી રહ્યો હતો. અંદાજિત રૂ. 300 કરોડનો વેપાર થયો હતો. > રાજુભાઈ દોશી, મેનેજર અતુલ મોટર્સ

ટુવ્હીલરમાં બુકિંગ
રોકડેથી ટુ વ્હીલર ખરીદવાનું પ્રમાણ 60 ટકા રહ્યું. ફાયનાન્સનો રેશિયો 40 ટકા હતો. ગત વર્ષ કરતા માર્કેટ ડાઉન છે છતાં એક દિવસમાં રૂ. 15 કરોડનો વેપાર રાજકોટમાં થયો હતો. > સંજયભાઈ ડાંગર, મેનેજર સુઝુકી મોટર્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો