રાજકોટ શહેરના ગાંધીગ્રામ શેરી નં. 2 બીમાં ગંગેશ્વર મહાદેવ મંદિરવાળી શેરીમાં રહેતાં અખબાર વિતરક જીજ્ઞેશભાઇ શરદભાઇ ઠાકર અને તેની ભાણેજ હીમા પ્રકાશભાઇ રાવલ રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. પોતાના પર મીત સહિતનાએ મંડળી રચી હુમલો કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના અલ્પેશભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં PSI એમ.વી. લુવા અને સંજયભાઇ કુમારખાણીયાએ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. મીતે આવી તારી ભત્રીજી ઇન્સ્ટાગ્રામમાં ગાળો દે છે કહીં હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મારી ભત્રીજી ઇન્સ્ટાગ્રામ વાપરતી જ નથી
પોલીસે જીજ્ઞેશભાઇની ફરિયાદ પરથી ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં રહેતાં મીત ધામેચા, ચિરાગ ધામેચા, નીશાબેન ધામેચા અને ત્રણ અજાણ્યા પુરૂષ સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. જીજ્ઞેશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, હું બાલાજી ન્યૂઝ એજન્સી નામે અખબાર વિતરણનું કામ કરું છું. માતા, ભાઇ, ભાભી, બહેન અને બે ભાણેજ સાથે રહું છું. રાતે નવેક વાગ્યે હું ઘરે હતો ત્યારે જીવંતીકાનગરમાંથી મીત ધામેચા આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા મોટાભાઇ ચંદ્રેશભાઇની દીકરી ધ્રુવી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને મને ગાળો દે છે. આથી મેં કહ્યું કે, મારી ભત્રીજી ઇન્સ્ટાગ્રામ વાપરતી જ નથી, તમારી કંઇક ભૂલ થાય છે.
હુમલો કરતા અખબાર વિતરકને માથા અને પીઠમાં ઇજા પહોંચી
આ વાત થતાં મીત ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દેવા માંડ્યો હતો. ગાળો બોલવાની ના પાડતાં નેફામાંથી છરી કાઢી મને મારવા જતાં મેં છરી આંચકી લીધી હતી. એ પછી મીત થોડે દૂર ગયો હતો અને કોઇને ફોન કરતાં થોડીવાર પછી બે મહિલા અને ચાર પુરૂષો ધોકા સાથે આવી ગયા હતાં અને મારી ઘરે આવી ગાળો દઇ ઝઘડો કર્યો હતો. મીત સાથે ચિરાગ, નીશાબેન સહિતના હતા. આ લોકોએ ધોકાથી હુમલો કરતા મને માથા, પીઠમાં ઇજાઓ થઇ હતી. દેકારો થતાં મારી ભાણેજ હીમા રાવલ, ભાભી મેઘાબેન ઠાકર, કાકી રેખાબેન ઠાકર મને બચાવવા દોડી આવતાં આ લોકોને પણ બધાએ ધોકાવાળી કરી મુંઢ ઇજાઓ કરી હતી.
વેવાઈએ વેવાણને લગ્ન કરવાનું કહેતા દીકરીએ ઝેર ગટગટાવ્યું
રાજકોટના લોઠડા ગામે સગાઈના પ્રસંગ વખતે જ વેવાઈએ પતિ હયાત હોવા છતાં પોતાના ભાઈ સાથે વેવાણના લગ્ન ક૨વાનું કહેતા દેવીપૂજક યુવતીને લાગી આવતા તેણીએ ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં સા૨વા૨ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
જાણવા મળતી વિગતો મુજબ લોઠડા ગામે ૨હેતી તેજલ રાતુરભાઈ સાડમીળાની સગાઈ તેના ફઈના પુત્ર સાથે નક્કી થઈ હતી. સગાઈ નક્કી થતાં છ દિવસ પૂર્વે વેવાઈ પક્ષના જણવીધી માટે લોઠડા ગામે આવ્યા હતા. જ્યારે તેજલના ફુવાએ પિતા હયાત હોવા છતાં માતા સાથે પોતાના ભાઈના લગ્ન ક૨વાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગાઈની જલ વીધી વખતે જ ફુવાએ ખરાબ પ્રસ્તાવ મૂક્તા અને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પ્રસંગ અટકી ગયો હતો. ફુવાના પોતાની માતા માટે ખરાબ પ્રસ્તાવથી તેજલને લાગી આવ્યુ હતું અને તેણીએ ઉંદ૨ મા૨વા માટેની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ ર્ક્યો હતો. 17 વર્ષની તેજલ ધો.9 સુધી ભણેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.