તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રાજકોટ રેલવે ડિવીઝનમાં ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂરજોશમાં, વર્ષે 1.91 કરોડ લીટર ડીઝલની બચત થશે

રાજકોટએક મહિનો પહેલા
રેલવે ડિવીઝનને વર્ષે 100 કરોડનો ફાયદો થશે.
  • 2023 સુધીમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

રાજકોટ રેલવે ડિવિઝનમાં ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા જ વર્ષે 1.91 કરોડ લીટર ડીઝલની બચત થશે. 2023 સુધીમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. રેલવે દ્વારા દેશભરમાં ઈલેક્ટ્રિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં રેલવેનું ઈલેક્ટ્રિફિકેશન કાર્ય પૂર્ણ કરી દેવાના લક્ષ્યાંક સાથે આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ડીઝલ કરતા ઈલેક્ટ્રિસિટી છ ગણી સસ્તી પડી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટ રેલવે ડિવીઝનને વર્ષે 100 કરોડનો ફાયદો થશે
રાજકોટ રેલવે ડિવીઝનને હાલની સ્થિતિમાં વાર્ષિક 1.91 કરોડ લીટર ડિઝલની જરૂરીયાત પડે છે. એટલે કે ડીઝલ માટે રેલવેને અંદાજીત 127.97 કરોડ ખર્ચ થાય છે. તેની સામે ઈલેક્ટ્રિસિટીનો ખર્ચ અંદાજે માત્ર 21.32 કરોડ થાય એટલે કે વર્ષે રાજકોટ રેલવે ડીવીઝનને રૂ.100 કરોડથી વધુ ફાયદો થશે. રાજકોટ રેલવે ડિવીઝન 880 કિલોમીટરનો ટ્રેક ધરાવે છે. તેમાંથી 415થી વધુ કિલોમીટર ટ્રેક ઉપર ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. એટલે કે હવે 45 ટકા જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

રાજકોટ ડિવીઝનમાં ઈલેક્ટ્રિક લાઈન વધુ બે મીટર ઉંચી હશે
સામાન્ય રીતે ઈલેક્ટ્રિક લાઈન 5.5 મીટર ઉંચાઈએ હોય છે. પરંતુ રાજકોટ ડિવીઝનની માગ અનુસાર તેના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા ઈલેક્ટ્રિક લાઈન 7.57 મીટર ઉંચાઈએ લગાવવામાં આવી રહી છે. ઈલેક્ટ્રિક લાઈન વધુ ઉંચાઈએ હોવાથી ડબલ સેટ કન્ટેનર પણ આ ટ્રેક ઉપર દોડી શકશે. જેને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવીઝન દ્વારા વધુ 2 મીટર ઊંચી લાઇન કરવા માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો