• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Front Of The Pregnant Sister's Eyes, Two Brothers Settled Down, The Incident Took Place When The Husband Went To Seduce His Estranged Wife.

મર્ડર:સગર્ભા બહેનની નજર સામે બે ભાઇએ બનેવીને પતાવી દીધો, પિયર ગયેલી પત્નીને પતિ તેડવા ગયો ત્યારે બનેલી ઘટના

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુળીના ધોળિયા ગામે સગર્ભા પત્નીને તેડવા ગયેલા જીંજુડા ગામના યુવક સાથે તેના બે સાળાએ ઝઘડો કરી સગર્ભા પત્નીની નજર સામે યુવકને ધોકાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

સુરેન્દ્રનગરના જીંજુડા ગામે રહેતો નાગજી ભનાભાઇ સોલંકી (ઉ.વ.25) શનિવારે તેના સસરાના ગામ મુળીના ધોળિયા ગામે હતો અને સસરા વિરજીભાઇના ઘરે બેઠો હતો ત્યારે તેના બે સાળા ભૂપત અને જનકે ઝઘડો શરૂ કર્યો હતો અને બંને શખ્સે બનેવી નાગજીને માથામાં ધોકાના ઘા ઝીંકી દીધા હતા. સાળાએ કરેલા હુમલામાં ઘવાયેલા નાગજીને ચોટીલા બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. નાગજીનાં મોતથી બનાવ હત્યામાં પલટાયો હતો.

બનાવની જાણ થતાં મુળી પોલીસ રાજકોટ હોસ્પિટલે દોડી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંચ ભાઇમાં ચોથા નંબરનો નાગજી મજૂરીકામ કરતો હતો, તેના લગ્ન બે વર્ષ પહેલા ધોળિયા ગામની વાલીબેન સાથે થયા હતા, વાલીબેન હાલમાં સગર્ભા છે, દશ દિવસ પૂર્વે વાલીબેન તેના પિયર ધોળિયા ગામ ગઇ હતી, અને શનિવારે નાગજી પત્નીને તેડવા ગયો હતો ત્યારે તેના બંને સાળાએ વાલીબેનને પરત મોકલવી નથી તેમ કહી ઝઘડો કર્યો હતો અને નાગજીની હત્યા કરી નાખી હતી. નજર સામે જ પતિની હત્યા થતાં સગર્ભાએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...