તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખલાનું રેસ્ક્યુ:રાજકોટના ધોરાજીમાં આખલો 70 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો, ક્રેનથી મદદથી રેસ્ક્યુ કરી બહાર કઢાયો

રાજકોટ24 દિવસ પહેલા
  • આખલાને બહાર કાઢી બાદમાં ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્યો હતો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામ ખાતે એક આખલો 70 ફુટ ઊંડા કુવામા ખાબક્યો હતો. જેની જાણ સ્થાનિક લોકોને થતા તુરંત ક્રેન બોલાવી ક્રેન મારફત આખલાને રેસ્ક્યુ કરી 70 ફૂટ ઊંડા કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કુવામાં પડતા આખલાને ઇજા પહોંચતા રેસ્ક્યુ કરી બહાર કાઢી ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર કરવામાં આવશે.

ગૌશાળાના સભ્યોએ આવી ક્રેનની મદદથી રેસ્ક્યુ કર્યું
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામે 70 ફૂટ ઊંડા કુવામાં એક આખલો સવારના સમયે કુવામાં ખાબક્યો હતો. કુવામાં આખલો ખાબક્યો હોવાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા ધોરાજી સ્થિત ગૌશાળામાં જાણ કરવામાં આવી હતી. જેથી ગૌશાળાના સભ્યોએ આવી ક્રેનની મદદથી આ આખલાને 70 ફૂટ ઊંડા કુવામાંથી રેસ્ક્યુ કરી મહા મહેનતે બહાર કાઢ્યો હતો.

કુવામાં આખલો ખાબક્યો હોવાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા ધોરાજી સ્થિત ગૌશાળામાં જાણ કરવામાં આવી હતી
કુવામાં આખલો ખાબક્યો હોવાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા ધોરાજી સ્થિત ગૌશાળામાં જાણ કરવામાં આવી હતી

આખલાની સારવાર શરૂ કરાવવામાં આવી
ધોરાજી ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા આખલાને બહાર કાઢી બાદમાં ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્યો હતો. કુવામાં પડતા સમયે આખલાને ઇજા પહોંચતા સારવાર આપવા જરૂરિયાત હોવાથી પશુ ડોક્ટર જાણ કરી ગૌશાળા દ્વારા આખલાની સારવાર પણ શરૂ કરાવવામાં આવી છે.

કુવામાં પડતા સમયે આખલાને ઇજા પહોંચી હતી
કુવામાં પડતા સમયે આખલાને ઇજા પહોંચી હતી
અન્ય સમાચારો પણ છે...