• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Dhoraji, Former Vice President Of The District Threatened To Kill Himself By Showing A Knife While Defecting, A Case Was Registered.

ધમકી:ધોરાજીમાં જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખે પક્ષપલટો કરતા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી મળી, ગુનો દાખલ

ધોરાજી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂભાષ માકડીયા માજી ઉપપમૂખ રાજકોટ જીલ્લા પંચાયત - Divya Bhaskar
સૂભાષ માકડીયા માજી ઉપપમૂખ રાજકોટ જીલ્લા પંચાયત
  • કોંગ્રેસના કાર્યકર વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
  • ધમકી આપવાના મામલે રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાઓ ઉઠી

ભાજપની ભવ્ય જીતથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ત્યારે કોંગ્રેસના ઘણાં કાર્યકરો ભાજપમાં જોડાઈને પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરતા તેમને કોંગ્રેસના કાર્યકરે છરી બતાવી જાનથી મારી નાખવાની ઢકી આપતા આ મામલે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ઘટનાથી રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાઓ ઉઠી છે.

સુભાષભાઈ કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયા હતા
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજી તાલુકાના સુપેડી ગામે રહેતા સુપેડીના પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુભાષભાઈ માકડીયાએ ધોરાજી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ સુભાષભાઈ કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયેલા અને ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા હતા. તાજેતરમાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયા હતા.

ચાર દિવસ પૂર્વે જાનથી મારી નાખવાની ધમકી મળી
ચાર દિવસ પૂર્વે ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ ગોવાણી મોડી રાત્રે સુભાષભાઈના ઘરે કેફી પદાર્થ પીને કહ્યું હતું કે તે તાજેતરની ચૂંટણીમાં અમારા વિરુદ્ધ ખૂબ કામ કર્યું છે. અને અપશબ્દો કહી, છરી બતાવી જાનથી મારવાની ધમકી આપી હતી ત્યારે તેની સાથે એક અજાણ્યો શખ્સ પણ હતો. આ બનાવ બાદ સુપેડીના સ્થાનિક આગેવાનો સાથે બેસી સમાધાન કરેલ.

કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ ગોવાણીએ ધમકી આપી હતી
ત્યારબાદ પણ બે દિવસ પહેલા સુપેડી ગામના નેશનલ હાઇવે પાસે ફરી અલ્પેશ ગોવાણી એ ચીમકી આપેલ કે એક વખત તું છટકી ગયો હવે તને પૂરો કરી નાખવો છે.આવી ધમકી આપતા ધોરાજી પોલીસે અલ્પેશ ગોવાણી અને અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે અલ્પેશ ગોવાણીના પત્ની સુપેડી તાલુકા પંચાયત બેઠક એક પરથી ઉમેદવાર હતા. અને તેઓ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ ભાજપ વચ્ચે ની મગજમારી ને લીધે ગામમાં ભારે રાજકારણ ચાલી રહ્યું છે.
(ભરત બગડા, ધોરાજી)