તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સક્ષમ ફી ભરે:રાજકોટ જિલ્લામાં કોરોનામાં જેનો પગાર નથી કપાયો એવા 20 હજાર સરકારી કર્મીએ ફી ભરી નથી!

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેટલીક શાળાઓએ પ્રમોશન આપ્યા તો અમુકે અટકાવ્યાં

રાજકોટ જિલ્લાના અંદાજિત 20 હજાર એવા વાલી છે જે કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારી છે, બેંક, રેલવે, શિક્ષણ, વીજકંપની, કોર્પોરેશન, કલેક્ટર, બહુમાળી, પોલીસ, ઇન્કમટેક્સ સહિતની જુદી જુદી સરકારી કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે અને આ કોરોના મહામારી દરમિયાન આ સરકારી કર્મચારીઓનો પગાર એક રૂપિયો પણ કપાયો નથી છતાં તેમના બાળકોની સ્કૂલ ફી નિયમિત ભરી રહ્યા નથી. હજુ આવા વાલીની 20 ટકા જેટલી જૂના સત્રની ફી બાકી છે.

રાજકોટના શાળા સંચાલકો જણાવે છે કે, જે વાલી ખરેખર ફી ભરવા સક્ષમ છે, નિયમિત પૂરી ફી ભરી શકે છે, આર્થિક તંગી નથી તેવા વાલીઓએ પોતાના બાળકની ફી ભરી દેવી જોઈએ. રાજકોટ જિલ્લામાં કુલ આશરે 1.50 લાખથી વધુ વાલીઓમાંથી 20 હજાર વાલી આર્થિક સક્ષમ છે, અત્યાર સુધી જેમનો પગાર પણ કપાયો નથી તેઓ પણ ફી નથી ભરી રહ્યા.

સક્ષમ ફી ભરે તો જરૂરિયાતમંદને રાહત કે છૂટછાટ આપી શકીએ
જે વાલીઓ ફી ભરવા માટે ખરેખર સક્ષમ છે, તેવા વાલીઓ જો તેમના બાળકની પૂરી ફી નિયમિત ભરે તો અન્ય જરૂરિયાતમંદ વાલીઓને ફી ભરવા માટે છૂટછાટ કે વધુ મુદ્દત આપી શકાય. ફી ન ભરનાર વાલીઓ સ્કૂલે મળવા પણ નથી આવતા ત્યારે થોડું કડક વલણ અપનાવવું પડે છે. > ડી.વી. મેહતા, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...