તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સિવિલમાં મોબાઇલ ચોરનાર ફરી ચોરી કરવા આવ્યો ને પકડાઇ ગયો

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • માતા કોરોના વોર્ડમાં છે, તમારો ફોન આપોને કહી તફડાવ્યો

શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિ વચ્ચે લેભાગુ તત્ત્વો, ચોર-ગઠિયા સક્રિય થઇ કળા કરતા હોવાના સમયાંતરે બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં સિવિલ હોસ્પિટલમાંથી મોબાઇલ તફડાવ્યા બાદ ફરી કળા કરવા આવેલા શખ્સને પકડી પાડી પોલીસ હવાલે કર્યો છે.

મનહર પ્લોટમાં રહેતા હોઝિયરીનો વેપાર કરતા આશિષભાઇ નરેશભાઇ અઢિયા નામના યુવાનના પિતાને ઓક્સિજન લેવલ ઘટી ગયું હોવાથી બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. ત્યારે તે જ દિવસે વેપારી યુવાન વોર્ડ બહાર બેઠા હતા. ત્યારે એક શખ્સ તેની પાસે આવ્યો હતો અને કહ્યું કે, મારી માતા કોરોના વોર્ડમાં દાખલ છે, મારે ફોન કરવો છે તો મને તમારો ફોન આપોને. જેથી માનવતાની દૃષ્ટિએ તેને પોતાનો મોબાઇલ આપ્યો હતો. આ સમયે તે શખ્સ નજર ચૂકવી મોબાઇલ લઇ રફુચક્કર થઇ ગયો હતો.

મોબાઇલ લઇ નાસી ગયેલા શખ્સ અંગે પોલીસમાં જાણ કરી હતી. દરમિયાન શનિવારે સવારે પોતે વોર્ડ બહાર બેઠા હતા. ત્યારે મોબાઇલ તફડાવી જનાર શખ્સ ઇમર્જન્સી પાસે ફરી નજરે પડતા તુરંત પોલીસમાં જાણ કરી વોચ રાખી હતી. પ્રદ્યુમ્નનગર પોલીસ હોસ્પિટલ દોડી આવતા મોબાઇલ તફડાવનાર શખ્સને દબોચી લેવાયો હતો. પોલીસે પકડી પાડેલા શખ્સની પૂછપરછ કરતા તે જિલ્લા ગાર્ડન પાસે રહેતો સુનિલ મૂછડિયા હોવાનું જણાવ્યું હતું.

બાદમાં સુનિલને પોલીસમથક લઇ જઇ વિશેષ પૂછપરછ કરતા તે કારખાનામાં કામ કરતો હતો, પરંતુ પાંચ દિવસથી કારખાના બંધ હોય આર્થિક ખેંચ ઊભી થઇ હતી. પૈસાની જરૂર હોવાને કારણે તે હોસ્પિટલ આવી મોબાઇલ તફડાવ્યો હતો અને તે મોબાઇલ વેચી પણ નાખ્યાની કબૂલાત આપી હતી. પોલીસે ચોરાઉ મોબાઇલ ખરીદનાર વ્યક્તિને પોલીસમથક બોલાવી મોબાઇલ કબજે કરવા અને સુનિલ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો