કોરોના રાજકોટ LIVE:શહેરમાં એક્ટિવ કેસ 4, વેક્સિનનો બીજો ડોઝ લેવામાં રાજકોટ રાજ્યમાં પાંચમા સ્થાને

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શનિવારે 3 કેસ નોંધાયા બાદ ગઇકાલે ફરી એક કેસ નોંધાયો

રાજકોટ મહાનગરમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ ગઈકાલે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આથી એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી. આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63706 થયો છે. જે સામે કુલ 63203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

પ્રિકોશન ડોઝ લેવામાં રાજકોટ ગુજરાતમાં ચોથા ક્રમે
ભારત અને વિશ્વભરમાં કોરોના હાલ કાબૂમાં છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 5.39 કરોડ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ, 5.15 કરોડે બીજો અને 26.83 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે. રાજકોટમાં પણ 15 વર્ષના બાળકોથી લઈને વડીલોએ પણ કોરોના સામે લડવા રસી લીધી છે. કોરોનાની રસીનો બીજો ડોઝ લેવામાં ગુજરાતભરમાં રાજકોટ પાંચમા સ્થાને છે જ્યારે પ્રિકોશન ડોઝ લેવામાં રાજકોટ રાજ્યમાં ચોથા ક્રમે રહ્યું છે.

રાજકોટમાં 1.31 લાખે પ્રિકોશન ડોઝ લીધો
બીજો અને પ્રિકોશન બંને ડોઝમાં અમદાવાદ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. રાજકોટમાં 27.55 લાખ લોકોએ પહેલો, 25.14 લાખે બીજો અને 1.31 લાખ લોકોએ પ્રિકોશન ડોઝથી સુરક્ષિત થયા છે. કોરોનાની વેક્સિન બાદ દેશભરમાં મૃત્યુદર પર લગામ લાગ્યો છે. કોરોના થવા છતાં મહત્તમ દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર નથી પડી રહી.