તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભાવનગર રોડ, પીટીસીના પટમાં જૂના મનદુ:ખમાં યુવાનને તલવારના ઘા ઝીંક્યા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અગાઉ બોલાચાલી થઇ હોય તેના મનદુ:ખમાં યુવાન પર તલવારથી હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.ભાવનગર રોડ, પીટીસી ગ્રાઉન્ડમાં રહેતા બાલા નાનજીભાઇ સિંધવને અજય ગોવિંદ ચૌહાણ નામના શખ્સે તલવારથી હુમલો કરી પોતાને તેમજ દીકરીને ઇજા પહોંચાડ્યાની ફરિયાદ થોરાળા પોલીસમાં નોંધાવી છે. યુવાનના મોટાબાપુના દીકરાને અજય ચૌહાણ સાથે અગાઉ બોલાચાલી થઇ હોય તે સમયે પોતે વચ્ચે પડી છોડાવ્યો હતો. જેનો ખાર રાખી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...