તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:રાજકોટના બેડલામાં વિદ્યાર્થીઓ પાસે કાળી મજૂરી કરાવનાર આચાર્ય અને શિક્ષકની બદલીનો વિરોધ, શિક્ષક સંઘ મેદાને આવ્યું

રાજકોટએક મહિનો પહેલા
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને યોગ્ય ન્યાય આપવા માંગ સાથે રજુઆત કરવામાં આવી.
  • આચાર્ય અને શિક્ષક વિદ્યાર્થીઓ પાસે રેતી-કપચી ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો

રાજકોટ જિલ્લાના બેડલા ગામે પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થી પાસે રેતી-કપચી ઉપડાવી મજૂરી કામ કરાવવા મામલે દિવ્યભાસ્કરમાં પ્રસારિત થયેલા અહેવાલ બાદ તંત્ર એક્શન મોડમાં આવી પ્રિન્સિપાલ અને શિક્ષકની અન્ય જગ્યા પર બદલી કરી દેવામાં આવી હતી. બદલીના બદલામાં આજે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને યોગ્ય ન્યાય આપવા માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. જેમા આચાર્ય કે શિક્ષકનો કોઇ દોષ ન હોવાનું કહી ખોટાને છાવરવા શિક્ષક સંઘ મેદાને આવ્યું હતું.

આચાર્યની ઉપલેટા તાલુકા અને શિક્ષકની વીંછિયા તાલુકા ખાતે બદલી કરવામાં આવી હતી
થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટના આધારે શિક્ષક અને આચાર્યની બદલી ફરમાવતું ઓર્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્યની ઉપલેટા તાલુકા અને શિક્ષકની વીંછિયા તાલુકા ખાતે બદલી કરવામાં આવી હતી. આજે સમગ્ર શિક્ષક સંઘ એકઠું થઇ જિલ્લા પંચાયત કચેરી ખાતે અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. આચાર્ય અને શિક્ષક મનાઇ કરવા છતાં બાળકો કામ કરતા હતા એવું કહી લુલો બચાવ કરી ખોટાને પ્રોત્સાહન આપતા હતા. જો કે બનાવ અંગે ખુદ આચાર્યએ પોતાની ભૂલ સ્વીકાર કરી ભૂલથી વિદ્યાર્થીને કામ સોંપાઇ ગયાનું જણાવ્યું હતું.

આચાર્ય કે શિક્ષકનો કોઇ દોષ ન હોવાનું કહી ખોટાને છાવરવા શિક્ષક સંઘ મેદાને આવ્યું.
આચાર્ય કે શિક્ષકનો કોઇ દોષ ન હોવાનું કહી ખોટાને છાવરવા શિક્ષક સંઘ મેદાને આવ્યું.

રેતી-કપચી ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો
એક તરફ, રાજ્ય સરકાર બાળમજૂરી અટકાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ, સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટની બેડલા પ્રાથમિક સ્કૂલમાં અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે વાસણ સાફ કરાવ્યાં હતાં. બાદમાં આ જ સ્કૂલમાં રેતી-કપચી ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. બાળકોને પેનને બદલે શાળામાં પાવડો પકડાવી મજૂરીકામ કરાવવામાં આવતું હોવાની વાતથી વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.

ભૂલથી કામ અપાય ગયું હોવાનું કહી આચાર્યએ બચાવ કર્યો હતો
આ અંગે સ્કૂલના આચાર્ય જતીન પરમારે જણાવ્યું હતું કે, સ્કૂલમાં પીવાના પાણીના સ્ટેન્ડ પાસે પેવર બ્લોક પાથરવાનું કામ ચાલી રહ્યું હતું. કડિયાની સાથે આવતા મજૂર માઠા પ્રસંગને કારણે રજા પર હતો. આથી મેં અને એક અન્ય શિક્ષકે રેતી-કપચી પાથરવાનું કામ કર્યું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી પણ આવ્યો હતો, જેને ભૂલથી કામ અપાય ગયું હશે એવો બચાવ કર્યો હતો.

વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

વિદ્યાર્થી પાસે ક્ષમતા કરતાં વધારે વજન ઉપડાવ્યું હતું
વીડિયોમાં જોવા મળતાં દૃશ્યો મુજબ વિદ્યાર્થી પાવડા વડે કપચી હાથલારીમાં ભરી રહ્યો હતો. વિદ્યાર્થીની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરાવવામાં આવી રહ્યાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ બીમાર પડે તો જવાબદારી કોની એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા હતા. વિદ્યાર્થીઓને પેન ઉપાડવાની જગ્યાએ સ્કૂલ દ્વારા પાવડા ઉપડાવી મજૂરી કરાવવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો