રાજકોટ ક્રાઇમ ન્યુઝ:બેડીપરામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાને વખ ઘોળ્યું, સારવાર દરમ્‍યાન દમ તોડ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બાઈક ચોર ઝડપાયો, અષાઢી બીજમાં રેલીમાં જવા માટે ચોરી કર્યાનું રટણ
  • પેરોલ જમ્પ કરી ફરાર થયેલો પાકા કામનો કેદી ઝડપાયો

રાજકોટના બેડીપરા કિશાન ચોરા પાસે રહેતા અજયભાઇ પ્રવિણભાઇ ગજેરા (ઉ.વ.36) ગઇકાલે વેલનાથપરા સામે આવેલા પોતાના કારખાને હતા ત્‍યારે તેણે ઝેરી દવા પી લીધી હતી. બાદ તે પોતાની કાર હંકારી ઘરે જવા માટે નિકળ્‍યા હતા અને કુવાડવા રોડ પર એક પાનની દુકાન પાસે ઉભા રહ્યા ત્‍યારે તેને ચક્કર આવ્‍યા બાદ બેભાન થઇ જતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

સારવાર દરમ્‍યાન મોત નિપજયુ
આ અંગે કોઇએ તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હે બાદ અજયભાઇને તાકીદે સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા જ્યાં મોડી રાત્રે સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ હોસ્‍પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં મૃતક અજયભાઇ ચાંદી કામનું કારખાનુ ધરાવતા હતા તેણે આર્થિક ભીંસના કારણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું છે બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

આરોપી પરાગ ઉર્ફે કાનો ધીરૂભાઇ જીંજુવાડીયા
આરોપી પરાગ ઉર્ફે કાનો ધીરૂભાઇ જીંજુવાડીયા

બાઈક ચોર ઝડપાયો, અષાઢી બીજમાં રેલીમાં જવા માટે ચોરી કર્યાનું રટણ
રાજકોટ રેલવે સ્ટેશન પાછળ રૂખડીયાપરા મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની બાતમી SOG ટીમને મળતા રૂખડીયાપરા મેઇન રોડ પરથી ચોરાઉ બાઇક સાથે પરાગ ઉર્ફે કાનો ધીરૂભાઇ જીંજુવાડીયા (ઉ.વ.22) ને પકડી લીધો હતો. પૂછપરછમાં અષાઢી બીજમાં રેલીમાં જવા માટે પરાગે બાઇક ચોરી કર્યાનું રટણ કરી રહ્યો છે. તે અગાઉ ગાંધીગ્રામમાં મારામારીના ગુનામાં પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેણે અગાઉ બાઇક ચોર્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

પાકા કામનો કેદી કિશોરપરી ઉર્ફે ત્રિલોકપરી ગોસ્વામી
પાકા કામનો કેદી કિશોરપરી ઉર્ફે ત્રિલોકપરી ગોસ્વામી

પેરોલ જમ્પ કરી ફરાર થયેલો પાકા કામનો કેદી ઝડપાયો
રાજકોટ મધ્યસ્થ જેલના કેદી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા હોવાની માહિતી આધારે રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પેરોલ ફર્લો સ્ક્વોડ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા પાકા કામના કેદી કિશોરપરી ઉર્ફે ત્રિલોકપરી ગોસ્વામી (ઉ.વ.52) ને ગોંડલ રોડ કોઠારીયા સોલ્વન્ટ પાછળ ઓમનગર સોસાયટી ખાતેથી ઝડપી પાડી મધ્યસ્થ જેલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી વિનુભાઈ અગેસણીયા
આરોપી વિનુભાઈ અગેસણીયા

મોરબી રોડ પર પિસ્તોલ સાથે એક આધેડ ઝડપાયો
રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે મોરબી રોડ પર મનહરપુર-2 ગામ મહાદેવ મંદિર પાસેથી વિનુભાઈ અગેસણીયા (ઉ.વ.55) નામના આરોપીની અટકાવી તેની અંગ જડતી કરતા તેની પાસેથી એક પિસ્તોલ તેમજ 3 કાર્ટીઝ મળી આવ્યા હતા જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી આ હથિયાર કોની પાસેથી અને શા માટે લાવ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

બેભાન અવસ્થામાં ભેદી સંજોગોમાં સગર્ભાનું મોત
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના પાંચ તલાવડામાં સીમ વિસ્તારમાં રહેતા મુળ મધ્યપ્રદેશના કસમાબેન મગનભાઈ ડામોર (ઉ.વ.24) જેમને નવ માસનો ગર્ભ હોઈ અને ગત બપોરે શ્વાસ ચડયો હતો. જેમને તાત્કાલીક પ્રથમ સરધાર હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. જયાં તેઓ બેભાન થઈ જતા વધુ સારવારમાં રાજકોટ સિવિલે ખસેડાયા હતાં જયાં તેમનું બેભાન અવસ્થામાં જ મોત થયું હતું. જેમની સાથે ગર્ભમાં રહેલ બાળકે પણ જીવ ગુમાવ્યો હતો. જે બનાવ અંગે સિવિલેલ ચોકીના સ્ટાફે કોટડાસાંગાણી પોલીસને જાણ કરી હતી પોલીસે સિવિલ હોસ્પિટલ આવી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર રોડ પર આર્થીક ભીંસથી કંટાળી આધેડે ઝેરી દવા પીધી
રાજકોટ ભાવનગર રોડ પર બેડીપરામાં રહેતા અજયભાઇ પ્રવિણભાઇ ગજેરા (ઉ.વ.56) ગત રોજ વેલનાથપરામાં આવેલા ચાંદીના કારખાનામાં આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પરીવારજનો દોડી ગયા હતા અને અજયભાઇને રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડયા હતા. જયા ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતા સીવીલ હોસ્પિટલ જઇ કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી છે. મૃતક અજયભાઇ વેલનાથ પરામાં ચાંદીનું અંબીકા એલોઇ નામનું કારખાનું ધરાવતા હતા અને કોરોનાકાળ બાદથી આર્થીક મંદીએ ભરડામાં લેતા ચીંતામાં અંતીમ પગલું ભરી લીધાનું પ્રાથમીક તારણ સામે આવ્યું છે. પરીવારના એકના એક પુત્રથી માતા પિતા ભાંગી પડયા હતા. અને બે પુત્રીઓએ પિતાની છત્રીછાયા ગુમાવતા કલ્પાંત છવાયો હતો.