તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In B.Ed., Geography Paper Of Old Course Was Taken Out, Later Handwritten Paper Was Given !, M.Com Paper Of Different Subject Came Out.

એક દિવસમાં બે પેપરમાં ભગો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Ed.માં ભૂગોળનું પેપર જૂના કોર્સનું કાઢ્યું, બાદમાં હાથે લખેલું આપ્યું!

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • એમ.કોમમાં જુદા વિષયનું પેપર નીકળ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલી રહેલી પ્રથમ તબક્કાની પરીક્ષામાં મંગળવારે એક જ દિવસમાં એકસાથે બે વિષયના પેપરમાં ભગો થતા વિદ્યાર્થીઓ મુંજાયા હતા અને તાત્કાલિક પેપર બદલવાની ફરજ પડી હતી. જોકે વિદ્યાર્થીઓનો જેટલો સમય વેડફાયો હતો તેટલો સમય પાછળથી વધુ આપવામાં આવ્યો હતો. બી.એડ સેમેસ્ટર-1માં મંગળવારે ભૂગોળનું પેપર હતું પરંતુ આ પેપર નવા કોર્સને બદલે જૂના કોર્સનું કઢાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સૌરાષ્ટ્રમાં આશરે 400 જેટલા વિદ્યાર્થીઓને ભૂગોળ વિષયનું પેપર હતું.

આ વિષયનું પેપર ધો.7ના પાઠ્ય પુસ્તકમાંથી કાઢવામાં આવતું હોય છે. ધો.7માં કોર્સ બદલી ગયો છે પરંતુ બીએડની પરીક્ષામાં જૂના કોર્સનું પેપર કાઢ્યું હતું. જોકે ભૂલ ધ્યાનમાં આવતાં જ તાત્કાલિક ધોરણે હાથે લખેલું પેપર તમામ વિદ્યાર્થીઓને મોકલાયું હતું અને પરીક્ષા લેવાઈ હતી. યુનિવર્સિટી જે-તે પરીક્ષાના ત્રણ પેપર સેટ કરાવતી હોય છે. ક્યારેય પેપર લીક થાય તો બીજું પેપર લઇ શકાય પરંતુ બીએડમાં જે પેપર જૂના કોર્સનું નીકળ્યું તેના વિકલ્પમાં અન્ય કોઈ પેપર નહીં હોવાને કારણે હાથે લખેલું પેપર તાત્કાલિક તૈયાર કરાવી વિદ્યાર્થીઓને અપાયું હતું.

યુનિવર્સિટીની એમ.કોમ સેમેસ્ટર-4ની પરીક્ષામાં સોમવારે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમનું પેપર લેવાનું હતું પરંતુ પરીક્ષા શરૂ થઇ ત્યારે જ સીલકવરમાંથી ઇન્ફોર્મેશન સિસ્ટમને બદલે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું પેપર નીકળ્યું હતું. જોકે આ ઓપ્શનલ પેપર અન્ય કેન્દ્રોમાં મંગળવારે જ લેવાનાર હોવાથી જે કેન્દ્રો પર પેપર પહોંચ્યું ન હતું ત્યાં તાત્કાલિક ધોરણે કોલેજને ઈ-મેલ કરી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું પેપર મોકલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...