તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Awakar Society, Parineeta Was Trapped, In Two Other Incidents, A Young Man Was Trapped And Another Took A Fire Bath And Shortened His Life.

આત્મહત્યા:આવકાર સોસાયટીમાં પરિણીતાએ ફાંસો ખાધો, અન્ય બે બનાવમાં યુવાને ફાંસો ખાઇ અને બીજાએ અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકાવી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વધુ ત્રણ આપઘાતના બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પરિણીતા અને યુવાને ફાંસો ખાઇ, જ્યારે અન્ય એક યુવાને અગ્નિસ્નાન કરી જિંદગી ટૂંકાવી લીધી છે. યુનિવર્સિટી રોડ પર કર્મચારી સોસાયટી પાસે આવેલી આવકાર સોસાયટીમાં રહેતી હર્ષા મુકેશભાઇ સોલંકી નામની પરિણીતાએ મંગળવારે સવારે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા દોડી ગયેલી 108ની ટીમની તપાસમાં પરિણીતાનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

યુનિવર્સિટી રોડ પોલીસમથકના હેડ કોન્સ.જે.બી.ગોહિલની પૂછપરછમાં પરિણીતાના આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. બનાવથી એક પુત્રે માતાની છત્રછાયા ગુમાવી છે. અન્ય એક બનાવમાં કોઠારિયા રોડ પર સેલમાં કામ કરતા ગણેશનગરના નિકુંજ ભરતભાઇ વ્યાસ નામના યુવાને આજે સવારે નોકરીના સ્થળે જ જાતે શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ભક્તિનગર પોલીસની તપાસમાં ત્રણ બહેનોનો એકનો એક નિકુંજ સેલમાં દસ દિવસથી નોકરીએ જોડાયો હતો અને તે અહીં જ સૂઇ રહેતો હતો. જિંદગીથી કંટાળી ગયાનું રટણ રટતો હોય બાદમાં આ પગલું ભરી લીધાનુ઼ં જાણવા મળ્યું છે.

જ્યારે જૂના મોરબી રોડ પરના સોહમનગર-2 વિસ્તારમાં રહેતા સુરેશ માયાભાઇ સાગઠિયા નામના યુવાને માનસિક બીમારીથી કંટાળી તેના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક યુવાન છેલ્લા 15 વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...