તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આટકોટમાં પ્રેમી સાથે વિધવા બહેન ભાગી જતા ભાઇએ તેને ઘરે પરત લાવી છરીના ઘા ઝીંક્યા

આટકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગંભીર ઇજાને પગલે હાલ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. - Divya Bhaskar
ગંભીર ઇજાને પગલે હાલ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે.
  • યુવતીને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ
  • પોલીસે યુવતીના માતાના નિવેદન પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

રાજકોટ જિલ્લામાં રોજ બરોજ હુમલાના બનાવ બનતા રહે છે, એવો જ એક બનવા આટકોટમાં બન્યો છે, જેમાં પ્રેમી સાથે વિધવા બહેન ભાગી જતા ભાઇએ તેને ઘરે પરત લાવી છરીના ઘા ઝીંકીની ઘાયલ કરી દીધી હતી. ગંભીર ઇજાને પગલે હાલ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે.

યુવતીને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન હેઠળ
પ્રાપ્ત વિગતો અનુસાર જસદણ ચોકડીએ રહેતી જ્યોત્સનાબેન કાળુભાઇ સાડમીયા નામની વિધવાને તેના જ સગા ભાઇ અશોક કાળુભાઇ વાઘેલાએ પેટ અને ગળા પર છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યોત્સનાબેનને ગત રોજ સાંજે તેના ભાઇએ છરીના ઘા ઝીંકી દેતાં આટકોટ સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં તાકીદે ઓપરેશનમાં લઇ જવામાં આવી હતી. ​​​​​​​

પોલીસે જ્યોત્સનાબેનની માતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી ​​​​​​​
યુવતીની સારવાર દરમિયાન સમગ્ર ઘટનાની ખબર પડતા હોસ્પિટલ ચોકીના કમર્ચારીઓને થતા તેમણે તુરંત સ્થાનિક પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલે પોલીસે જ્યોત્સનાબેનની માતાનું આ મુદ્દે નિવેદન નોંધ્યુ હતું. યુવતીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, જ્યોત્સનાના પતિનું ચારેક વર્ષ પહેલા અવસાન થઇ ગયું છે. એ થોડા દિવસ પહેલા બાજુના ગામના સંજય નામના શખ્સ સાથે ભાગી ગઇ હતી અને સંતાનોને પણ સાથે લઇ ગઇ નહોતી. આ કારણે મારા દિકરા અશોકને ગુસ્સો ચડ્યો હતો. તે જ્યોત્સનાને પાછી લાવ્યો હતો અને બાદમાં ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં. આ નિવેદન પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો