• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Ashapura Garbi Mandal, Offerings Are Given To The Children In Packing This Year. Prasad, 2 Feet Barricade Has Been Built Around The Mandap.

કોરોના ઇફેક્ટ:આશાપુરા ગરબી મંડળમાં આ વર્ષે બાળાઓને પેકિંગમાં અપાય છે પ્રસાદ, મંડપ ફરતે 2 ફૂટની બેરિકેડ બનાવાઇ

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 75 બાળાઓ રાસ રમતી હતી, આ વર્ષે સંખ્યા ઘટાડી 58ની કરી દેવાઈ

રાજકોટની અતિ પ્રાચીન ગરબી આશાપુરા ગરબી મંડળમાં અત્યાર સુધી બાળાઓને પ્રસાદ આપવામાં આવતો હતો જે આ વર્ષે ઘરે લઈ જવા પેકિંગમાં અપાઇ છે. આ ઉપરાંત બાળાઓ જાહેર જનતાના સંપર્કમાં ન આવે તે માટે મંડપની ફરતે દોરી બાંધી તેમજ 2 ફૂટ સુધી મંડપને બેરિકેડથી કવર કરી દીધો છે.

છેલ્લા 60 વર્ષથી રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિર ખાતે ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે થોડી સાવચેતી સાથે ગરબીનું આયોજન કરાયું છે. જેમાં પહેલા 75 બાળાઓ રાસ રમતી હતી પરંતુ આ વર્ષે સંખ્યા ઘટાડી 58ની સંખ્યા કરી દેવાઈ છે. આ ઉપરાંત પહેલા ગરબી જોવા આવનાર લોકોને પ્રસાદી આપવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે લોકો સાથે સીધો સંપર્ક ન થાય માટે પ્રસાદી જ આપવાની બંધ કરી દીધી છે. તેમજ સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં પહેલા 9 વાગ્યાથી રાતે 12 સુધી ગરબીમાં બાળાઓ રાસ રમતી હતી પરંતુ આ વર્ષે સમય રાતે 8.30 વાગ્યાથી 11 સુધીનો કરી દેવાયો છે.

ગરબી મંડળ દ્વારા પહેલા કેવડા ત્રીજના દિવસથી બાળાઓની નામ નોંધવાની કામગીરી કરી ચોથથી પ્રેક્ટિસ શરૂ કરી દેવાતી હતી. પરંતુ આ વર્ષે 20 દિવસ જ પ્રેક્ટિસ કરાઈ છે. પહેલા લહાણી આપનાર દાતાના તમામ સભ્ય મંડપમાં આવી લહાણી આપતા હતા પરંતુ આ વર્ષે માત્ર એક સભ્યને મંડપમાં પ્રવેશ આપવામાં આવે છે.

આશાપુરા માતાજીના જ ગરબા પર બાળાઓ રાસ રમે છે
વર્ષ 1950થી ગરબીની શરૂઆત થઈ હતી ત્યારથી આજ સુધી આશાપુરા માતાજીના જ ગરબા પર બાળાઓ ટિપ્પણી રાસ, મટકી દાંડિયારાસ, મંજીરા રાસ, દીવડાં રાસ સહિતના પ્રાચીન રાસ રમે છે. > સ્નેહલ ભટ્ટ, સંચાલક, આશાપુરા ગરબી મંડળ

અન્ય સમાચારો પણ છે...