તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટમાં એક વર્ષ પહેલા આજીડેમ બ્રિજની દીવાલ ધરાશાયી થતા 2ના મોત થયા હતા, આરોપી હાઇવે કન્સલટન્ટના આગોતરા જામીન મંજૂર

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
એક વર્ષ પહેલા દીવાલ ધરાશાયી થઈ - Divya Bhaskar
એક વર્ષ પહેલા દીવાલ ધરાશાયી થઈ
  • આ કેસમાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો હતો

રાજકોટમાં એક વર્ષ પહેલા જૂન 2020માં આજીડેમ ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા. આ કેસમાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો હતો. પરંતુ આરોપી હાઇવે કન્સલટન્ટે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે માન્ય રાખી તેના આગોતરા જામીન મંજૂર કર્યા છે.

NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરે ફરિયાદ નોંધાવી હતી
જૂન 2020માં આજીડેમ ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા વિજયભાઇ વીરડા અને ભુપતભાઇ મિયાત્રા નામના બે વ્યક્તિના દીવાલ નીચે દબાય જવાના કારણે મોત થયા હતા. આથી NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર પંકજકુમાર રોયનાએ હાઇવે કન્સલટન્સ કરણી નારાયણ માથરે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આજે રાજકોટ સેશન્સ કોર્ટમાં બંને પક્ષે કરાયેલી રજુઆત બાદ આરોપી તરફે થયેલી દલિલો સાથે સહમતિ દર્શાવી ખુદ ફરિયાદી પક્ષ પણ દીવાલ પડવાનું ચોક્કસ કારણ બતાવી ન શકતા આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

ક્ષતિગ્રસ્ત બ્રિજનું કામ હજી થયું નથી
NHAIના ડાયરેક્ટર પંકુજકુમારે રાજકોટ કલેક્ટરને ટકોર કરી છે કે, અદાલતે આ ઘટનામાં બે નિર્દોષ વ્યક્તિના મોત થયા હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનું બિજનું કામ થયું નથી. જેની ગંભીર નોંધ લઈ ક્ષતિગ્રસ્ત દીવાલ ઠીક કરવા માટેની મંજૂરી આપવા ટકોર કરી છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી
આજીડેમ ચોકડી પર આવેલા ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે યુવાનોના મોત નીપજ્યા હતાં. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ ગયા હતા અને JCB વડે કાટમાળ ખસેડી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત બે વાહનો પણ દટાતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટના CCTVમાં કેદ થઇ છે. CCTVમાં બે નિર્દોષ રાહદારીની જિંદગી ત્રણ સેકેન્ડમાં છિનવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...