ભાવમાં વધઘટ:પામતેલમાં વેપાર રાબેતા મુજબ થતા એક જ દિવસમાં રૂ. 40 ઘટ્યા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ ઘટતા પામતેલનો ડબ્બો રૂપિયા 2365નો થયો, સિંગતેલમાં 10 રૂપિયા ભાવ વધતા ડબ્બો 2800નો થયો

રાજકોટમાં તેલ બજારમાં ઘરઆંગણે મુખ્ય તેલ અને સાઈડ તેલના ભાવમાં વધઘટ જોવા મળી હતી. મુખ્ય તેલમાં સિંગતેલમાં ડબ્બે રૂપિયા 10નો વધારો જોવા મળતા તેલનો ડબ્બો રૂપિયા 2800નો થયો હતો.જ્યારે સાઈડ તેલમાં પામોલીન તેલના ભાવમાં રૂપિયા 40નો ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે પામોલીન તેલનો ડબ્બો રૂપિયા 2405માંથી ઘટીને રૂપિયા 2365નો થયો હતો.

વેપારીઓના જણાવ્યાનુસાર ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ માટે અંકુશ લાદયા હતા. ત્યાર બાદ હવે વેપાર માટે મંજૂરી આપી દીધી છે અને વેપાર વધારવા માટેના પ્રયાસો શરૂ થતાં પામતેલમાં નરમાશભર્યું વલણ જોવા મળી રહ્યું છે. જ્યારે બાકીના સાઈડ તેલના ભાવ સ્થિર રહ્યા હતા. સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલમાં રૂપિયા 5નો નજીવો ભાવવધારો રહેતા તેલનો ડબ્બો રૂપિયા 2675નો થયો હતો.

વેપારીઓના જણાવ્યાનુસાર હાલમાં મગફળીની આવક ઘટી છે અને બજારમાં સામે ડિમાન્ડ પણ નથી. મે માસમાં પણ સિંગતેલનો ડબ્બો રૂપિયા 2800નો થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી સિંગતેલનો ડબ્બો રૂપિયા 2790 એ સ્થિર થયો હતો.

અન્ય સમાચારો પણ છે...