રજૂઆત:કોટડાસાંગાણીના ભાડવા ગામમાં રાત્રી સભામાં લોકોએ સમસ્યાની ઝડી વરસાવી

કોટડા સાંગાણી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુઓને રાખવાની જગ્યા આપવા, ક્રિકેટનું મેદાન બનાવવા કલેક્ટરને રજૂઆત

કોટડા સાંગાણી તાલુકાના ભાડવા ગામે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દ્વારા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોડ. પ્રાંત અધિકારી વર્માં. કોટડા સાંગાણી મામલતદાર ગુમાન સિંહ જાડેજા ,તાલુકા વિકાસ અધિકારી રોનક કુમાર ઠોરીયા તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા .

આ સભામાં અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવેલ હતા. જેમાં ખેડૂતો ને ૭-૧૨-૮ માં નામ સુધારા કરવા, ખેડૂતોની જમીન માપણી કરવામાં આવે અને રખડતા ઢોર અને ક્રિકેટ ગ્રાઉન્ડ માટે જમીન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.અને માલધારીઓને વાડા માટે 100 ચોરસ વારના પ્લોટ ફાળવણી કરવામાં આવે તેમજ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ રજૂ કરાઇ હતી. ભાડવા ગામને આંગણે જનતા જનાર્દનના પ્રશ્નો નુ તાત્કાલિક ધોરણે નિરાકરણની બાહેંધરી અધિકારીઓએ આપી હતી.

આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, તલાટી કમ મંત્રી કિરણબેન ડોબરીયા, તાલુકા શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ કલાની તેમજ તેજસભાઇ, સરપંચ રેખાબેન ગજેરા,ઉપસરપંચ કીર્તિસિંહ જાડેજા,ગ્રામ પંચાયતના સદસ્ય હરેશભાઈ સગપરિયા,હિતેશભાઈ રૂપાપરા, રાઘવેન્દ્ર સિંહજી તેમજ ભૂપેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, ધીરુભાઈ રુપાપરા, મનજીભાઈ વાલજીભાઈ ગજેરા, જયેશભાઈ ગોરસિયા, વિઠલભાઈ રૃપાપરા, ધર્મેશભાઈ રૃપાપરા, રામજીભાઈ સગપરીયા, જયેન્દ્રભાઈ શિશાંગિયા, અર્જુનભાઈ સિસોદિયા, કાનજીભાઈ વાઘેલા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...