કરોડોની પાવરચોરી:એક મહિનામાં માત્ર 16 ઉદ્યોગકાર પાસેથી જ રૂ. 4.17 કરોડની વીજચોરી પકડાઈ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામને 10થી 60 લાખના પાવરચોરીના બિલ ફટકારાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજલોસ ઘટાડવા માટે હાલ પીજીવીસીએલ ચોમાસામાં પણ વીજચોરી પકડવા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે. સૌરાષ્ટ્રના નાના-મોટા રહેણાક કે એકમોમાંથી તો સામાન્ય રકમની પાવરચોરી પકડાતી હોય છે પરંતુ ગત જૂન માસમાં સૌરાષ્ટ્રના માત્ર 16 ઉદ્યોગકાર કે કોમર્સિયલ એકમોમાંથી જ 4.17 કરોડની પાવરચોરી વીજકંપનીની ટીમે પકડી પાડી છે.

પશ્ચિમ ગુજરાત વીજકંપનીની વિજિલન્સ ટીમે જૂન માસમાં કુલ 28.26 કરોડની પાવરચોરી પકડી પાડી છે જેમાંથી 4.17 કરોડની વીજચોરી માત્ર 16 એકમમાંથી બહાર આવી છે. વીજકંપનીની ટીમે જે 16 એકમમાંથી 4.17 કરોડની પાવરચોરી પકડી છે.

તેમાં સુરેન્દ્રનગરના થાનમાં નવઘણભાઈ ગોવિંદભાઈના એકમમાંથી 10 લાખ, રાજકોટ ગ્રામ્યના પારડીના હાઈડ્રો મિકેનિક મશીનમાંથી 36.68 લાખ, ખોખડદળના હરેશભાઈ નાનુભાઈના એકમમાંથી 19.19 લાખ, અંજારના ભચાઉમાં જયેન્દ્રભાઈ રાયચંદભાઈના એકમમાંથી 12.77 લાખ, જામનગરના દરેડના અતુલભાઈ રામજીભાઈના એકમમાંથી 40 લાખ, અમરેલીના સાવરકુંડલાના હર્ષદભાઈ બાબુભાઈ પાસેથી 11 લાખ, રાજકોટ ગ્રામ્યના કોટડાસાંગાણીમાંથી ઢોલીબેન ધીરૂભાઈ પાસેથી 25 લાખ, જસદણના સંદીપભાઈના એકમમાંથી 60 લાખ, અમરેલીના લીલિયાના રામભાઈ નરસીભાઈ પાસેથી 15 લાખ, બોટાદના રાણપુરના અમીનભાઈ ભાઈજીભાઈ પાસેથી 10 લાખ, રાજકોટ વાવડીના જ્યોતિબેન કાનજીભાઈ પાસેથી 34.24 લાખ, રાજકોટના પ્રદ્યુમ્નનગરના મૌલિકભાઈ અશોકભાઈ પાસેથી 20 લાખ, ભુજના કુકમામાં જય ગોગા મિનરલમાંથી 64 લાખ, કુકમાના જ નરેશભાઈ હીરાભાઈ પાસેથી 30 લાખ, પોરબંદરના રાણાકંડોરણાના રુદ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી 10 લાખ, રાજકોટના આજી ઇન્ડસ્ટ્રીમાંથી જીવરાજભાઈ ભવાનભાઈ પાસેથી 19.69 લાખ સહિત કુલ 16 ઉદ્યોગકાર કે કોમર્સિયલ કનેક્શન ધરાવતા લોકો પાસેથી કુલ 4.17 કરોડની વીજચોરી પકડી છે. હજુ પણ આગામી દિવસોમાં આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ પીજીવીસીએલ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...