ક્રાઇમ:8 દરોડામાં 47 જુગારી 2.50 લાખની રોકડ સાથે પકડાયા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીમઅગિયારસની અનોખી ઉજવણી

શહેરમાં જુગારની મોસમ શરૂ થતા પોલીસ જુગારના હાટડાઓ પર બાતમીના આધારે દરોડો પાડી રહી છે. ત્યારે પોલીસે જુદા જુદા 8 સ્થેળે દરોડા પાડી 47 જુગારીને 2.50 લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે. બેડી ગામની સીમમાં કિરીટ સુરેશ સોરઠિયાની વાડીમાં દરોડો પાડી કિરીટ ઉપરાંત જેન્તી શિવા પરસાણા, કૌશિક વલ્લભ સોરઠિયા, રમેશ નાનજી ઠુંમર, કિશોર ગોવિંદ સોરઠિયા, કેતન વલ્લભ સોરઠિયા, દિનેશ ગોવિંદ સોરઠિયા, નરોત્તમ રામજી સોરઠિયા, જયદીપ પરેશ સોરઠિયાને રોકડા રૂ.27,450 સાથે, નાકરાવાડીમાં વિનોદ સના રાતોજાના મકાનમાંથી વિનોદ સહિત મહેશ મનસુખ રાતોજા, સુનિલ કાળુ ભખોડિયા, જિતેન્દ્ર મનસુખ રાતોજા, જિતેન્દ્ર નરશી ઉઘરેજા, ગોરધન સોમા રાતોજાને રોકડા રૂ.26,870 સાથે પકડ્યા છે.

આંબેડકરનગર-13માં જાહેરમાં રમેશ રાઘવ ચુડાસમા, કિશોર બચુ રાઠોડ, યોગેશ અરજણ બેડવા, ખીમજી મંગા સોલંકી, યુનુસ પુના સંધી, રાજેશ બચુ રાઠોડને જુગાર રમતા રૂ.11,300 સાથે, નાગેશ્વરમાં સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં હરિશ વશરામ પરમારના ફ્લેટમાંથી હરિશ ઉપરાંત યશ રમેશ વાઘેલા, કિશન રમેશ પરમાર, સાગર ગોપાલભાઇ વાજા, અનિલ હરસુખ બાબરિયા, વિપુલ વિનોદ વાજા, મનસુખ ચંદુ ગોહેલને રોકડા રૂ.11,190 સાથે, લોઠડામાં જાહેરમાં જુગાર રમતા લીંબા મોહન ડાભી, જયસુખ ભલા મકવાણા, મહેશ રઘુ બાવળિયા, વિરજી ભલા સોમાણી, છગન જીવા સોમાણી, ગોરધન જેરામ ગણોદિયા, ધીરૂ દાના મેરને રોકડા રૂ.21,710 સાથે, ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી રાહુલ અમૃત સાંકળિયા, મિલન દિનેશ બાલસ અને પ્રફુલ્લાબા મહાવીરસિંહ ઝાલાને રોકડા રૂ.10,120 સાથે, જ્યારે ભગવતીપરામાં રમેશ જીણા હળવદિયાના મકાનમાંથી રમેશ તેમજ માવજી કુંવરજી ઉધરેજિયા, સંજય વજુ ઉધરેજિયાને રૂ.10,200ની રોકડ સાથે, કુવાડવા જીઆઇડીસીમાંથી વિષ્ણુ દાનુ સનોરા, અરવિંદ પમા જખાણિયા, દીપક બાઘુ સાડમિયા, પ્રેમજી રવજી સાડમિયા, મુકેશ બિજલ સાડમિયાને રોકડા રૂ.17,400 તેમજ 4 મોબાઇલ સાથે, જ્યારે રામનાથપરામાંથી અશોક ગોવિંદ વઘેરાને વરલીનો જુગાર રમાડતા રૂ.310 સાથે પકડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...