યાત્રિકોની આશ્ચર્યજનક સંખ્યા:7 દી’માં 115 સિટી બસમાં 1.67 લાખ, 18 BRTS બસમાં 1.76 લાખ યાત્રી ફર્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ગેરરીતિ બદલ 9 કંડક્ટરને હંગામી ધોરણે અને 2ને કાયમી સસ્પેન્ડ

કોર્પોરેશન સંચાલિત પરિવહન સેવા સંભાળતી રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તારીખ 7થી 13 નવેમ્બર દરમિયાન સિટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા આશ્ચર્યજનક રહી છે.

જેમાં 7 દિવસમાં 115 સિટી માસમાં 1,67,819 યાત્રિકે મુસાફરી કરી હોવાનું જણાવાયું છે જ્યારે બીજીબાજુ બીઆરટીએસની માત્ર 18 બસમાં 7 દિવસમાં 1,76,966 યાત્રિકે મુસાફરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ગેરરીતિ બદલ સિટી બસના 9 કંડક્ટરને હંગામી સસ્પેન્ડ કરાયા છે અને 2ને કાયમી ધોરણે સસ્પેન્ડ કરાયા છે.

સિટી બસમાં ઓપરેટર એજન્સી મારુતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 7900 કિ.મી.ની પેનલ્ટી મુજબ રૂ.2,76,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોડર્નને પણ કામમાં ક્ષતિ બદલ રૂ.37,200ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. શહેરીજનોને 47 રૂટ પર 115 સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે.

7 દિવસ દરમિયાન સિટી બસ કુલ અંદાજિત 92,668 કિ.મી. ચાલી છે તથા કુલ 1,67,819 મુસાફર દ્વારા તેનો લાભ લેવાયો હતો. શહેરીજનોને BRTS રૂટ પર કુલ 18 બસ દ્વારા પરિવહન સેવા અપાય છે. 7 દિવસમાં બીઆરટીએસ બસ 57,951 કિ.મી. ચાલી છે તથા કુલ 1,76,966 મુસાફરએ લાભ લીધો છે. બીઆરટીએસ બસ સેવામાં સિક્યુરિટી પૂરા પાડતી એજન્સી રાજ સિક્યુરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ.200ની પેનલ્ટી ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગની સિટી બસ ખખડધજ બની ગઈ છે આમ છતાં મુસાફરોના જીવ પર જોખમ બનીને દોડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...