છતે પાણીએ વલખા:રાજકોટમાં ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ પાઇપલાઇન ફેરવવાની હોવાથી 6 વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ લાઈન ફેરવવાની કામીગીરી. - Divya Bhaskar
ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ લાઈન ફેરવવાની કામીગીરી.
  • મોચી બજાર ચોકમાં લાઇન અવારનવાર તૂટતી હોવાથી આજે કામગીરી હાથ ધરાઇ

એક તરફ રાજકોટમાં છેલ્લા 2 દિવસ મેઘરાજા મન મૂકી અનરાધાર વરસ્યા હતા તો બીજી તરફ જળાશયોમાં છતે પાણીએ રાજકોટની જનતાને પાણીકાપ વેઠવાનો સમય આવ્યો છે. આજે રાજકોટ શહેરના 6 વોર્ડમાં મનપા દ્વારા પાણીકાપ મુકવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ ચોક સ્થિત બની રહેલા ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ પાણીની પાઇપલાઇન ફેરવવાની હોવાથી પાણી કાપ મુકવામાં આવ્યો છે.

મનપાએ પાણીકાપની શનિવારે જ જાહેરાત કરી દીધી હતી
રાજકોટ મનપા દ્વારા બે દિવસ પૂર્વે કરાયેલી જાહેરાત મુજબ આજે રાજકોટ શહેરનાં 6 વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. શહેરના હોસ્પિટલ ચોક ખાતે બની રહેલા ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ પાણીની પાઇપલાઇન ફેરવવા માટે 6 વોર્ડમાં પાણીકાપની જાહેરાત મનપા દ્વારા બે દિવસ પૂર્વે શનિવારના રોજ કરવામાં આવી હતી.

6 વોર્ડના આ વિસ્તારોમાં આજે પાણીકાપ
આ અંગે મનપાના વોટર વર્કસ શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના વોટર વર્કસ અંતર્ગત બેડીથી જ્યુબીલી તરફ આવતી પાણીની પાઇપ લાઇન હોસ્પિટલ બ્રિજ નીચે નડતરરૂપ હોવાથી તેને ફેરવવાની કામગીરી સબબ સેન્ટ્રલ ઝોન અંતર્ગત જ્યુબીલી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં જંક્શન સાઇડના વિસ્તારો (વોર્ડ નં. 2, પાર્ટ, 3 પાર્ટ), જિલ્લા ગાર્ડન હેડ વર્ક્સ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 7 પાર્ટ, 14 પાર્ટ), તેમજ બેડી હેડ વર્ક્સ અને ગ્રીનલેન્ડ હેડ વર્ક્સ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 4 અને 5)માં આજ રોજ પાણી વિતરણ બંધ રહેશે.

રાજકોટ મનપા કમિશનરે ઓવરબ્રિજની કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું.
રાજકોટ મનપા કમિશનરે ઓવરબ્રિજની કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું.

મોચી બજાર ચોકમાં લાઇન અવારનવાર તૂટતી હતી
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મોચી બજાર ચોક વિસ્તારમાં અવાર-નવાર તૂટતી પાણીની લાઇન ગત ગુરૂવારે એક જ દિવસમાં ત્રણ વખત તૂટતા વોર્ડ નં. 2 અને 3ના અડધા વિસ્તારો તરસ્યા રહ્યા હતા. આથી તાત્કાલિક અસરથી આ લાઇન ફેરવવા નિર્ણય કરી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને કારણે આજે રાજકોટના 6 વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...