તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ અંગદાન દિન:24 કલાકમાં રાજકોટના સ્મશાનમાં બે વૃદ્ધનું ચક્ષુદાન થયું; 20 લોકોએ દેહદાન, 13 લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ અંગદાન દિન નિમિત્તે રાજકોટમાં 6 દિવસ સ્મશાન અને એક દિવસ મંદિરમાં જાગૃતિ અભિયાન
  • જનકલ્યાણ ટ્રસ્ટની ટીમે ચક્ષુદાનનું મહત્ત્વ સમજાવ્યું તો બન્નેના પરિવારજનો સહમત થયા અને ચક્ષુદાન કર્યું હતું

રાજકોટમાં રહેતા હરિલાલ કોટેચા અને ઠાકરશીભાઇ નારીગરા આંખ મીંચ્યા બાદ બીજાને રોશની આપતા ગયા છે. આ બન્ને વૃદ્ધોનું સ્મશાનની ભૂમિમાં ચક્ષુદાન કરવામાં આવ્યું છે. આમ, 24 કલાકના સમયમાં બે ચક્ષુદાન સ્મશાન ભૂમિમાં થયું હોવાનું જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતા જણાવે છે. વધુમાં તેમના જણાવ્યાનુસાર 13 ઓગસ્ટ નિમિત્તે વિશ્વ અંગદાન નિમિત્તે લોકોમાં ચક્ષુદાન, દેહદાન અને અંગદાન માટે જાગૃતિ આવે તે માટે જાગૃતિ સપ્તાહ અભિયાન હાથ ધર્યું છે. જેને 7 દિવસ સ્મશાન-મંદિરમાં એવું નામ આપવામાં આવ્યું છે.

જેમાં કાર્યકર્તાઓ અને ડોક્ટર્સની ટીમ 7 ઓગસ્ટથી લઇને 12 ઓગસ્ટ સુધી સ્મશાનમાં અને 13 ઓગસ્ટ મંદિરમાં સવાર- સાંજ રહેશે અને અહીં આવતા લોકોને દેહદાન, ચક્ષુદાન, અંગદાનનું મહત્ત્વ સમજાવે છે. રવિવારે આ ટીમ રામનાથપરા સ્મશાનમાં હતી. ત્યારે મૃતક હરિલાલ એમ. કોટેચાને તેમના દીકરા, પૌત્ર અને પરિવારજનો અને સોમવારે ઠાકરશીભાઇ નારીગરાને પરિવારજનો અગ્નિસંસ્કાર આપવા આવ્યા હતા.

વિસામે જનકલ્યાણ ટ્રસ્ટની ટીમે તેને ચક્ષુદાનનું મહત્ત્વ સમજાવ્યું તો બન્નેના પરિવારજનો સહમત થઇ ગયા હતા અને ચક્ષુદાન કર્યું હતું. જાગૃતિ સપ્તાહ અંતર્ગત સ્મશાન ભૂમિમાં ચક્ષુદાન થઇ શકે તે માટેની ટીમ અને વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ત્રણ દિવસના અભિયાનમાં 20 લોકોએ દેહદાન, 13 લોકોએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે.

નવી દૃષ્ટિ માટે 25 લોકો રાહમાં
વ્યક્તિના નિધન બાદ 8 કલાકમાં ચક્ષુદાન થઇ શકે
સામાન્ય રીતે ઘર, હોસ્પિટલેથી ચક્ષુદાન લેવાતું હોય છે, પરંતુ બે લોકોની ટીમને આ ચક્ષુદાન લેવા માટે 10 મિનિટનો સમય લાગ્યો હતો. કોરોના પછી ચક્ષુદાન લેવા માટે રાજકોટમાં 20 થી 25 લોકોનું વેઈટિંગ અત્યારે જોવા મળે છે. કોરોનાને કારણે માર્ચ, એપ્રિલ માસમાં ચક્ષુદાન લઇ શકાયું નથી. > ડો.હેમલ કણસાગરા, ડિરેક્ટર કણસાગરા આઈ બેંક રાજકોટ

અન્ય સમાચારો પણ છે...