તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ જિલ્લામાં કેસની સંખ્યા ઘટી રહી છે પણ હજુ ક્યારેક મૃતાંક વધી જાય છે. સોમવારની સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 4 દર્દીનાં મોત થયાનું નોંધાયું છે. આ ચારમાંથી કેટલા દર્દીનાં મોત પાછળ કોરોના કારણભૂત છે તે હજુ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાંનક્કી થશે. રાજકોટ શહેરમાં 33 અને ગ્રામ્ય વિસ્તારમાં 9 સહિત જિલ્લામાં સોમવારે નવા 42 કેસ આવ્યા હતા.
આ સાથે કુલ કેસની સંખ્યા 22348 થઈ છે. શહેરના 98 અને 75 સહિત કુલ 173 એક્ટિવ કેસ છે જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે. રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા હોય તેવા હવે ફક્ત 115 દર્દી જ દાખલ છે અને 2464 કરતા વધુ કોવિડ બેડ ખાલી છે. 590 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 31 જ દર્દી દાખલ હોવાનું નોંધાયું છે.
શહેરમાં વધુ 671 લોકોને અપાઈ રસી
મનપા હાલ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની કાર્યવાહી કરી રહી છે જેમાં સોમવારે 671 લાભાર્થીઓને રસી અપાઈ ચૂકી છે. આગામી દિવસોમાં વધુમાં વધુને રસી આપીને 28000 કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરવા પ્રયત્ન ચાલી રહ્યા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.