જાહેરાત:2021માં સિન્ડિકેટની 5 જ બેઠક મળી, હવે નિયમ યાદ આવતા દર મહિને મિટિંગ

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીએ 4 માસનો સિન્ડિકેટ, ફાઈનાન્સ સહિતની મિટિંગનો શિડ્યુલ ઘડ્યો

યુનિવર્સિટીના સ્ટેચ્યુટ 81 મુજબ દર મહિને સિન્ડિકેટની બેઠક બોલાવવાની જોગવાઈ છે પરંતુ વર્ષ 2021માં કુલ 5 જ સિન્ડિકેટ બેઠક મળી હતી. હવે મોડે મોડે સત્તામંડળના સભ્યોને નિયમ યાદ આવતા દર મહિને મિટિંગ બોલાવવાની જાહેરાત કરી છે. ‘દેર આયે દુરસ્ત આયે’ની જેમ હવે યુનિવર્સિટીમાં દર મહિને સિન્ડિકેટ, એકેડેમિક કાઉન્સિલ, બીયુટી, એસ્ટેટ અને ફાઇનાન્સ કમિટીની મિટિંગ પણ દર મહિને મળશે. યુનિવર્સિટીએ આગામી 4 મહિના એટલે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો મિટિંગનો શિડ્યુલ જાહેર કરી દીધો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સપ્ટેબર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન એકેડેમિક કાઉન્સિલ, એસ્ટેટ કમિટી, બીયુટી, ફાઇનાન્સ કમિટી અને સિન્ડિકેટની બેઠક ક્યારે અને કઈ તારીખે મળશે તેનો શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે અગાઉ પણ આ જ સભ્યો સત્તામંડળમાં કાર્યરત હતા ત્યારે શા માટે નિયમ મુજબ દર મહિને આ તમામ બેઠકો નિયમિત રીતે મળતી ન હતી.

યુનિવર્સિટીના સ્ટેચ્યુટ 81 મુજબ સિન્ડિકેટની મિટિંગ દર મહિને મળવી જોઈએ પરંતુ વર્ષ 2021માં કુલ 5 જ વખત આ બેઠક મળી હતી. જેમાં પ્રથમ 20 જાન્યુઆરી, બીજી 22 માર્ચ, ત્રીજી 24 જૂન, ચોથી બેઠક 25 ઓગસ્ટ અને પાંચમી 27 ઓક્ટોબરના રોજ મળી હતી. ત્યારબાદ સેનેટની ચૂંટણી માટે દાતાનું દાન સ્વીકારવું ન પડે તે માટે સિન્ડિકેટની બેઠક જ ન બોલાવી.

અન્ય સમાચારો પણ છે...