તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક વોર્ડમાંથી ચાર ચાર ઉમેદવારો ઊભા રાખી પેનલ બનતી હોય છે. જેના પગલે ચૂંટણીપંચે મનપાની ચૂંટણીમાં એક મતદાતાને ચાર મત આપવાનો અધિકાર આપ્યો છે. પરંતુ અમુક મતદાતાઓ ચારેય મત આપતા નથી જેના પગલે તેનો ન આપેલો મત વેડફાય છે. આ વેડફાયેલા મતના કારણે વોર્ડમાં પેનલ ટુ પેનલ પક્ષ વિજેતા થયો નથી. રાજકોટ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં 151564 ઓછા મત પડ્યા હતા.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક મતદાતાને ચાર મત આપવાનો અધિકાર હોય છે પરંતુ મતદાતાઓને પૂરતી માહિતી ન હોવાથી અથવા જ્ઞાતિ આધારિત મતદાન કરવું હોવાથી તેઓ ચાર મત આપવાના બદલે એક, બે અથવા ત્રણ મત આપે છે. જેના કારણે ગત 2015ની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થયુ હતુ અને ભાજપ તથા કોંગ્રેસના કોર્પોરેટરોની પેનલ વિજેતા થવાના બદલે પેનલ તૂટી હતી. જેના પગલે ગત ચુટણીમાં પેનલ ટુ પેનલ વિજેતા થવાના બદલે એવુ બન્યુ હતુ કે બે ભાજપના અને બે કોંગ્રેસના અથવા તો ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. અમુક વોર્ડમાં બેના બદલે ત્રણ મહિલા ઉમેદવાર પણ વિજેતા થયા હતા.
નોટામાં મત આપવા આટલું કરવું
મતદાનમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે કોઇ અન્ય ઉમેદવાર પસંદ ન હોય તો મતદાતા નોટામાં મત આપી શકે છે. 2015ની ચૂંટણીમાં 18 વોર્ડમાં કુલ 8318 મત નોટાને આપી મતદારોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નોટામાં મત આપ્યા બાદ મત રજિસ્ટર માટેનું પીળું બટન દબાવવું ફરજિયાત છે.
મતદારોએ મત કેવી રીતે ઓછા આપ્યા તેનું આ પ્રમાણે સમજો ગણિત
ચૂંટણીપંચે જાહેર કરેલી મતદાન મથકવાર થયેલા મતદાનની વિગત દર્શાવતા પત્રક મુજબ ગણતરી કરીએ તો
મતદાર જાગૃતિ માટે બેનર્સ, સ્લોગન અભિયાન
મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. આગામી 21 ફેબ્રુઆરીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવામાં આવી છે ત્યારે શહેરના તમામ મતદાતાઓ અચૂક મતદાન કરી ફરજ નિભાવે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સજ્જ થયું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને ચૂંટણી વિભાગના અધિકારી આરદેસણાની ટીમોએ મતદાતા જાગૃત બની 21મીએ ચોક્કસ મતદાન કરે તે માટે શહેરભરમાં ઠેકઠેકાણે મતજાગૃતિ ફેલાવતા વિશાળ બેનર્સ મુકાવ્યા છે. જેના સ્લોગન મતદાતાઓનું સતત ધ્યાન ખેંચી રહ્યા છે. મતદાતાઓએ ભુલ્યા વગર સૃદ્રઢ લોકશાહીના સર્જન માટે પોતાનો નિર્ણાયક મત ચોક્કસપણે આપવો જરૂરી છે.
સભામાં ઉમેદવાર જનરેટર લઇ પ્રચાર માટે પહોંચ્યા
ચૂંટણીમાં મતદાર સુધી પહોંચવા માટે ઉમેદવારે જુદા જુદા ખેલ અને પ્રયોગ કરવા પડે છે. શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં એક રાજકીય પક્ષના ઉમેદવારે સભાનું આયોજન કર્યું હતું. આ સભા દરમિયાન વીજવિક્ષેપ ઊભો કરવાનું હરીફ રાજકીય પક્ષે આયોજન કર્યું હતું. આ અંગેની બાતમી સભાનું આયોજન કરનાર ઉમેદવારને થતા તે સભાને સંબોધન કરવા પહોચ્યા ત્યારે તેની સાથે જનરેટર સેટ લઇને પહોચ્યા હતા. આ વ્યવસ્થા જોઇ મતદારો પણ આશ્ચર્ય પામ્યા હતા. સભા શરૂ થયા બાદ વીજળી ગુલ થઇ અને જનરેટર શરૂ કરી સભા સંબોધન કરી હતી.
ટેકેદારોએ ફોન કર્યા, ભોજન અને વાહનની વ્યવસ્થા કરો
રાજકોટમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ પાસે ટેકેદારો સાથે ઉમેદવાર આવ્યા, સરદારને હારતોરા કર્યા અને ઉમેદવાર ફોર્મ ભરવા જતા રહ્યા હતા. ઉમેદવાર પોતાનુ ફોર્મ ભરવા પહોચ્યાના અડધો કલાક બાદ તેની સાથે આવેલા ટેકેદારોએ તેમને ફોન કર્યો કે નેતા ઘરે જવા માટે વાહનની વ્યવસ્થા કરી આપો અને ભોજનની પણ ગોઠવણ કરો અમે સાથે રૂપિયા લાવ્યા નથી. ઉમેદવાર ફોર્મ ભરી જતા રહ્યા હતા. અંદાજે એક દોઢ કલાક રાહ જોયા બાદ વાહન અને ભોજનની વ્યવસ્થા ઉમેદવારે કરી આપી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.