તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સૂન પાણીમાં:2 ઇંચ વરસાદમાં રાજકોટ પાણી પાણી, સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી, કલાકો સુધી પાણી ભરાય છતાં ત્વરીત પાણીનો નિકાલ કર્યાનો મનપાનો પોકળ દાવો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
થોડા વરસાદમાં જ અંડરબ્રિજ પાણીથી ભરાયા જાય છે. - Divya Bhaskar
થોડા વરસાદમાં જ અંડરબ્રિજ પાણીથી ભરાયા જાય છે.
  • રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય વિસ્તારોમાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર મનપાની ટીમ પહોંચ્યાનો દાવો

રાજકોટમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાનો વર્ષો જૂનો પ્રશ્ન હજી પણ કોઇ ઉકેલી શક્યું નથી. વર્ષો જૂના પ્રશ્નને લઇને દર વર્ષે મનપા પ્રિ-મોન્સૂન પાછળ કોરોડો રૂપિયા ખર્ચી નાખે છે અને એક કે બે ઇંચ વરસાદમાં જ આ કરોડો રૂપિયાનું આંઘણ થાય છે. ગઇકાલે રવિવારે સાંજે 2 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર અને તમામ અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. આ પાણી કલાકો સુધી ભરાયેલા રહ્યાં હતા છતાં મનપા દાવો કરી રહી છે કે, અમે ત્વરીત પાણીનો નિકાલ કર્યો હતો. આજે બીજા દિવસે પણ અનેક રસ્તા પર પાણીના ખાબોચીયા ભરાયેલા જોવા મળી રહ્યાં છે.

આઈ-વે પ્રોજેક્ટનાં સીસીટીવી સર્વેલન્સ નેટવર્કનો ઉપયોગ કરાયો
મનપા કમિશનરે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને લઇ તંત્રની કામગીરીમાં કચાશ ના રહે તે પ્રકારની સ્ટ્રેટેજી અમલમાં મૂકવા પર ખાસ ભાર મુક્યો હતો. દરમિયાન ગઈકાલે રવિવારે સાંજે ભારે વરસાદ વરસ્યો હતો અને તેના પગલે કમિશનરની સૂચના અનુસાર નક્કી કરેલી સ્ટ્રેટેજી અનુસાર રેડ ઝોનમાં આવતા રસ્તા કે ચોક કે અન્ય વિસ્તારો પર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કામગીરી વધુ ઝડપથી અને ચોક્સાઈપૂર્વક થઇ શકે તે માટે આઈ-વે પ્રોજેક્ટનાં સીસીટીવી સર્વેલન્સ નેટવર્કનો તંત્રનો બખૂબી ઉપયોગ કરી પાણી નિકાલ માટેની કામગીરી ઝડપી બનાવી હોવાનું જણાવ્યું હતું. રિસ્પોન્સ ટાઈમ સાલ નજીવો રહે તે રીતે ઈજનેરો અને તેમની ટીમોએ કામ હાથ ધર્યું હતું.

રસ્તા પર પાણી ભરાતા મનપાની ટીમે તુરંત પાણી નિકાલ કર્યાનો દાવો.
રસ્તા પર પાણી ભરાતા મનપાની ટીમે તુરંત પાણી નિકાલ કર્યાનો દાવો.

ડેપ્યુટી કમિશનરો અને ઈજનેરો સાથે એક ખાસ બેઠક પણ યોજી
મનપા કમિશનર અમિત અરોરાએ આ વિશે વાત કરતા એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા પાસે સીસીટીવી સર્વેલન્સ માટેનું જબરદસ્ત નેટવર્ક ઉપલબ્ધ છે. ત્યારે શહેરમાં જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિનાવિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા અગાઉથી જ કરવામાં આવી હતી અને ટીમોએ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં ગઈકાલની કામગીરીમાં જો કોઈ અડચણ આવી હોય કે કોઈ ખામી રહી ગઈ હોય તો તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે આજે ડેપ્યુટી કમિશનરો અને ઈજનેરો સાથે એક ખાસ બેઠક પણ યોજી છે.

ગઇકાલે રાજકોટમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગઇકાલે રાજકોટમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગઈકાલે રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં વધુ વરસાદથી વધુ પાણી ભરાયું
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સમગ્ર શહેરની તુલના કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં ઓછા સમયમાં વધુ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોનના વિસ્તારો પર વધુ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાજકોટ જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે ત્યાં સ્થળ મુલાકાત કરી સ્થાનિક કોર્પોરેટરો પાસેથી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવા કેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલ લાવી શકાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

ઠેર ઠેર પાણી ભરાયા હતા.
ઠેર ઠેર પાણી ભરાયા હતા.

યલો ઝોનમાં આવશ્યકતા અનુસાર પાણી નિકાલની કામગીરી કરવા જણાવ્યું
વધુમાં જણાવ્યું હતું કે, સાથોસાથ જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિના વિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જે વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું પાણી ભરાય છે અને થોડા સમય બાદ પાણી ઓસરી પણ જતા હોય છે. જોકે આવા યેલો ઝોનમાં આવશ્યકતા અનુસાર પાણી નિકાલની કામગીરી કરવા જણાવ્યું હતું.

આજે પણ ઘણા રસ્તા પર પાણીના ખાબોચીયા ભર્યા છે.
આજે પણ ઘણા રસ્તા પર પાણીના ખાબોચીયા ભર્યા છે.

વધુ પાણી ભરાય તેને રેડ અને ઓછુ ભરાય તેને યલો ઝોન જાહેર કરાયા
કમિશનરે અધિકારીઓને કહ્યું હતું કે, જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો આવે છે તેવા સ્થળોએ કુદરતી રીતે પાણીનો કેટલા સમયમાં નિકાલ થઇ જાય છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું રહે છે. જે સ્થળોએ પાણી નિકાલ માટે વધુ સમય લાગતો હોય તેવા સ્થળોને વધુ ગંભીરતાથી ધ્યાન આપવું, પાણી નિકાલ કરવા માટે જે-તે સ્થળને બે ઝોનમાં વિભાજીત કરવા જેમ કે, જ્યાં વધારે પાણી ભરાય છે અને પાણી નિકાલમાં કરવામાં પણ વધારે સમય લાગતો હોય તેવા વિસ્તારોને રેડ ઝોન તેમજ કુદરતી રીતે ઓછા સમયમાં પાણીનો નિકાલ થતો હોય તેવા સ્થળને યલો ઝોન ગણવો. અલબત્ત રેડ અને યલો ઝોનની વ્યાખ્યા એરિયાની ભૌતિક સ્થિતિ ઉપર પણ નિર્ભર રહે છે.