• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In 1990, The Town, Reminiscent Of The Rajkot Massacre, Had Been Drinking Duplicate Colon Water, 29 Dead By Evening A Bottle Costing Just 1.65 Paise.

રાજકોટના લઠ્ઠાકાંડની યાદ તાજી:શહેરમાં વર્ષ 1990માં ડુપ્‍લીકેટ કોલન વોટર પીવાયુ હતું, સાંજ સુધીમાં 29 લાશો ઢળી પડી હતી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

બોટાદ જીલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 55 લોકોનો ભોગ લેવાતાં રાજકોટમાં 1990 ની સાલમાં સર્જાયેલા લઠ્ઠાકાંડની યાદ તાજી થઇ છે. એ વખતે સૌ પ્રથમ મૃત્‍યુ આજીડેમ નજીકના મફતીયાપરામાં નોંધાયા બાદ ભીસ્‍તીવાડ વિસ્‍તારમાંથી દેશી દારૂ પીવાને કારણે અસરગ્રસ્‍ત લોકોને શહેરની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવાનું શરૂ થયું જેમાં 29 મોત સતાવાર જાહેર કર્યા હતા જયારે બે ના મોત જેને કુદરતીમાં ઠેરવાયા હતાં.

નિવૃત જમાદારે જ ફેક્‍ટરી જ ઉભી કરી
રાજકોટના તત્‍કાલીન અધિકારી સતિષ વર્માએ પોતાની ક્રાઇમ બ્રાંચ સાથે ગણતરીના કલાકોમાં લઠ્ઠાકાંડનું પગેરૂ મેળવી લઇ મહિકાની સીમમાં નિવૃત જમાદાર સંચાલીત કોલન વોટરની ડુપ્‍લીકેટ ફેક્‍ટરી ઝડપી લઇ ધડાધડ ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. એ સમયે રાજકોટની ચારેકોર અસંખ્‍ય મેડિકલ સ્‍ટોરમાં ‘ઘોડા'ના નામે કુખ્‍યાત કોલન વોટર 8 થી 14 રૂપિયાની કિમતે વેંચાતુ હતું. બ્રાન્‍ડેડ કોલન વોટરમાં ઓછો નફો મળતો હોવાથી નિવૃત જમાદારે ડુપ્‍લીકેટ કોલન વોટરની ફેક્‍ટરી જ ઉભી કરી દીધી હતી.

કેટલાક નિદોર્ષ છુટી ગયા
ડુપ્‍લીકેટ કોલન વોટરની બાટલીની પડતર કિંમત માત્ર 1 રૂપિયો 65 પૈસા થતી હતી. જેમાં રસાયણની માત્રા આડી અવળી થવાને કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ લઠ્ઠાકાંડમાં અનેક પોલીસ કર્મચારીઓની સંડોવણી પણ ખુલી હતી અને તેમની સામે કડક રાહે કાર્યવાહી થઇ હતી.ઉલ્લેખનીય છે કે કોલન વોટરની ફેક્‍ટરી સાથે સંકળાયેલા નામોમાં આજના એક મોટા ગજાના બિલ્‍ડરની પણ ભુમિકા ઉભરી આવી હતી. જો કે પાછળથી લાંબી અદાલતી કાર્યવાહી બાદ કેટલાક નિદોર્ષ છુટી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...