• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In 15 Months, The Husband Cried Out To His Wife: 'I Have A Love Affair With Many, Not Just One, But If I Want To Stay, Let Me Divorce The Rest.'

15 માસમાં પોત પોકાર્યું:રાજકોટમાં પતિએ પત્નીને કહ્યું, ‘મારે એક નહિ, અનેક સાથે પ્રેમસંબંધ છે, રહેવું હોય તો રે, બાકી છૂટાછેડા દઇ દે’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા ચાર મહિનાથી રામનાથપરામાં માવતરે રહેતી યાસ્મીન નામની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જામનગર રહેતા પતિ ફારૂકશા શાહમદાર, સસરા અયુબશા ઇબ્રાહીમશા શાહમદાર, કાકાજી સસરા ઇરફાનશાના નામો જણાવ્યાં છે.

ફરિયાદ મુજબ, યાસ્મીનના લગ્ન તા.9-2-2020ના રોજ ફારૂકશા સાથે થયા છે. લગ્નના ત્રણ મહિના બાદ પતિ કલાકો સુધી ફોન પર વાત કરતા રહેતા હોય પરસ્ત્રી સાથે સંબંધ હોવાની શંકાએ પતિ ફારૂકશાને આટલી બધી લાંબી વાતો કોની સાથે કરો છો, તેવું પૂછતા મારે તો એક જ નથી, ઘણી બધી છોકરીઓ સાથે પ્રેમસંબંધ છે, તારે જો આ ઘરમાં રહેવું હોય તો રહે નહિતર છૂટાછેડા આપી દે તેમ કહી ઝઘડો કરતા હતા. પતિના કરતૂત અંગે સાસુ-સસરાને વાત કરતા તેઓ પણ છૂટાછેડા લેવા દબાણ કરતા હતા. તેમજ કાકાજી સસરા ઇરફાનશા ઘરમાં ઝઘડા થાય તેવા મેણાં મારી હેરાન કરતા હતા.

દરમિયાન સાસરિયાઓ પતિ ફારૂકશાના બીજા લગ્ન કરાવવા માગતા હોય પતિએ છૂટાછેડા આપવાની વાત કરી હતી. જેથી છૂટાછેડા દેવાની ના પાડતા પતિ ફારૂકશાએ ઝઘડો કરી પોતાને માર માર્યો હતો. પતિએ માર મારતા પિયરમાં ફોન કરી જાણ કરતા પિતા પોતાને જામનગરથી રાજકોટ લઇ આવ્યા હતા. સમાધાન માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ પતિ ફારૂકશા પોતાને રાખવા માગતા ન હોય અને છૂટાછેડાની જ વાત કરતા હોય સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. પતિ તેમજ સાસરિયાઓના ત્રાસ સહન કરવા છતાં પોતાનું લગ્નજીવન ન ભાંગે તે માટે પોતે પતિ સાથે રહેવા માંગે છે, પરંતુ સાસરિયાઓ છૂટાછેડાની જ વાત કરતા હોય અંતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...