તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાતિ જ જનાર્દન:રાજકોટના 12 વોર્ડમાં પટેલ, 6માં ક્ષત્રિય, 5માં આહીર અને દલિત સમાજના ઉમેદવારો સામસામે ટકરાશે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મત ભલે શાસકો વિકાસના નામે અને વિપક્ષ કોઇ સુવિધા ન આપી હોય તેના નામે માગે પણ ટિકિટ ફાળવણી તો જ્ઞાતિ મુજબ જ થાય છે
 • રાજકોટના 18 વોર્ડમાંથી માત્ર 7 નંબરના વોર્ડમાં ભાજપ-કોંગ્રેસે જુદી જુદી જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપી
 • મનપાની ગત ચૂંટણીમાં એક વોર્ડમાંથી ભાજપ-કોંગ્રેસના એક જ જ્ઞાતિના ઉમેદવાર ચૂંટાયા હતા

રાજકીય પક્ષો જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઇ પણ શાસક પક્ષ હોય તે વિકાસના નામે મત માગીશું તેવી જાહેરાત કરે અને વિપક્ષ હંમેશા શાસકોએ સુવિધા ન આપી હોવાના નામે મત માગવાની વાતો કરે છે, પરંતુ જ્યારે આ રાજકીય પક્ષોને ટિકિટ આપવાની હોય ત્યારે માત્ર જાતિના આધારે જ ઉમેદવારોની પસંદગી કરે છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પોતાના 72 ઉમેદવાર પસંદ કરવામાં જાતિવાદનો સહારો લીધો છે.

જુદા જુદા 12 વોર્ડમાં પટેલ સમાજ, 6 વોર્ડમાં ક્ષત્રિય સમાજ, પાંચ વોર્ડમાં દલિત અને આહીર સમાજના ઉમેદવારો સામસામે ટકરાશે. આ ઉપરાંત બ્રહ્મસમાજના ચાર વોર્ડમાં, કોળી, સિંધી, પ્રજાપતિ, રઘુવંશી સમાજના ઉમેદવારો એક એક વોર્ડમાં સામસામે ટકરાશે. ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉમેદવારો પસંદ કરવામાં અનેક જ્ઞાતિઓને વર્ષોથી બાકાત રાખી છે. રાજકોટના 18 વોર્ડમાંથી માત્ર 7 નંબરના વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના જુદી જુદી જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે.

આ વોર્ડની ચૂંટણીમાં એક જ જાતિના ઉમેદવારો સામ સામે ટકરાશે

જ્ઞાતિવોર્ડ નંબર
પટેલ

4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 16, 17, 18

ક્ષત્રિય

2, 3, 10, 13, 17, 18

આહીર1, 4, 6, 12, 13
દલિત1, 5, 7, 11, 14
બ્રાહ્મણ2, 8, 9, 16
કોળી15
સિંધી3
પ્રજાપતિ6
સોની14
રઘુવંશી2

02 લાખ મતદારો રાજકોટમાંલેઉવા અને કડવા પટેલ સમાજના છે.

આ વોર્ડમાં જ્ઞાતિઓ વચ્ચે ત્રિકોણીયો જંગ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.2માં બ્રાહ્મણ, ક્ષત્રિય, રઘુવંશી, વોર્ડ નં.4માં પટેલ, કોળી, આહીર, વોર્ડ નં.5માં પટેલ, ભરવાડ, દલિત, વોર્ડ નં.6માં પટેલ, પ્રજાપતિ, આહીર, વોર્ડ નં. 13માં આહીર, પટેલ, ક્ષત્રિય જાતિના ઉમેદવારો વચ્ચે ત્રિકોણીયો જંગ થશે.

અન્ય જ્ઞાતિ પક્ષને મહત્ત્વ આપશે
રાજકોટમાં અનેક જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ મળી નથી. ત્યારે જે સમાજને ટિકિટ નથી મળી તે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષની છબી અને કામ કરવાની નીતિ રીતિના આધારે કોને મત આપવો તેની પસંદગી કરશે. જે સમાજને ટિકિટ નથી અપાઈ તેના મત ક્યારેક નિર્ણાયક બનતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો