હેલ્થ પોલિસી:દેશમાં 10 વર્ષમાં 90% લોકો હેલ્થ પોલિસી ધરાવતા હશે

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યસન કરનાર વ્યક્તિનું પ્રીમિયમ વધારે હશે, આરોગ્ય પ્રત્યે સભાન લોકોના પ્રીમિયમ ઓછા : કોરોના બાદ લોકો હેલ્થ પોલિસી તરફ વળ્યા
  • અત્યારે દેશમાં હેલ્થ પોલિસી 15%થી વધુ લોકો પાસે છે
  • 95 ટકા હોસ્પિટલને 2033 સુધીમાં કેશલેસ સુવિધામાં આવરી લેવાશે

હેલ્થ પોલિસીને લઈને આજે પણ લોકોમાં અસમજણ છે. પરંતુ કોરોનાકાળ બાદ લોકોમાં મહદંશે જાગૃતતા આવી અને હેલ્થ વીમા પોલિસીનું મહત્ત્વ સમજાયું છે. ત્યારે હવે હેલ્થ પોલિસી લેવા જાગૃત થયા છે. આગામી 10 વર્ષમાં હેલ્થ પોલિસીમાં ઘણા ફેરફાર જોવા મળશે. જેની આપણે વિસ્તૃત વાત કરીએ તો પોલિસીમાં પ્રીમિયમ નક્કી કરવાની પદ્ધતિ, કેસલેસ સુવિધા, સરેરાશ પ્રીમિયમના આંકડામાં વધારો, ડિસ્કાઉન્ટ પદ્ધતિમાં ફેરફાર સહિતના પરિવર્તન આગામી 10 વર્ષમાં એટલે કે વર્ષ 2033 સુધીમાં જોવા મળશે.

દેશમાં વર્ષ 2033માં હેલ્થ પોલિસી ક્યા મુકામ પર હશે તેની આપણે વાત કરીએ તો, 95 ટકા હોસ્પિટલમાં કેસલેસ સુવિધામાં આવરી લેવામાં આવશે. બાકી રહેતી 5 ટકા પોલિસી રિએમ્બસમેન્ટ કરવામાં આવશે. જેની રકમની ચૂકવણી વધુમાં વધુ 7 દિવસમાં જે-તે કંપની દ્વારા કરી આપવામાં આવશે. અત્યારે સરકારી અને ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે હેલ્થ ઈન્સ્યુરન્સ પોલિસીની સુવિધા આપી રહી છે. જે 2033 સુધીમાં જે-તે કંપની દ્વારા ગ્રૂપ ઈન્સ્યુરન્સ આપવાની ટકા વારી 100 ટકા સુધી પહોંચી જશે.

સાથે-સાથે પર્સનલ લેવામાં આવતી હેલ્થ વીમા પોલિસીના પ્રમાણમાં પણ 70 ટકા જેટલો વધારો જોવા મળશે. એડવાન્સમેન્ટ ઓફ મેડિકલ ટેક્નોલોજીના કારણે ઘણી બધી બીમારીઓ ડે કેર ટ્રીટમેન્ટમાં આવરી લેવામાં આવશે. જેમાં દર્દીએ 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવાની જરૂર નહીં પડે. માત્રને માત્ર ઓપરેશનના જે-તે સમય પૂરતું હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ તુરંત ઘરે જઈ શકાશે અને મેડિક્લેમ પણ મળવા પાત્ર હશે. જેનો સીધો ફાયદો દર્દી અને વીમા કંપનીને થશે. દર્દીના શરીરમાં કરવામાં આવતી ચીરફાળ નહીંવત રહેશે તેથી પરિવારને પણ હેરાનગતિ ઓછી થશે.

તેમજ કંપનીને હોસ્પિટલનો વધારાનો ખર્ચ ચૂકવવામાંથી રાહત મળશે. અત્યારે એવરેજ વીમા કવચ સરેરાશ 6 વ્યક્તિ દીઠ બે લાખ સુધીનું આવે છે જે આગામી 10 વર્ષમાં વધીને દસ લાખ સુધી પહોંચી જશે. સ્વાસ્થ્ય માટે સજાગ હશે તેવા લોકો માટે વીમા કંપનીઓ દ્વારા અલગ-અલગ પ્રકારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેમકે સિગારેટ પીતા લોકો માટે પ્રીમિયમ વધારે આવશે જ્યારે કસરત કરનારા માટે પ્રીમિયમમાં ઘટાડા સાથે ભરવામાં આવશે.

જ્યારે હેલ્થ પ્રત્યે લોકોની જાગૃતતા વધી જતાં 90 ટકા લોકો પાસે પોતાનું વીમા કવચ હશે. મેડિકલ ઈન્ફ્લેશન વધતા આગામી દસ વર્ષમાં પ્રીમિયમમાં પણ આજની તારીખ કરતા બમણો વધારો થઈ શકે છે. ભારત દેશમાં આઈબીઈએફના આંકડા મુજબ માત્ર 15 ટકા લોકો જ હેલ્થ પોલિસી લઈ રહ્યા છે. જે આગામી દસ વર્ષમાં 90 ટકા સુધી પહોંચી જશે.

હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમને આ રીતે સમજો
આરોગ્ય વીમા પોલિસી મેળવવા માટે જે પ્રીમિયમ ચૂકવવામાં આવે છે તે નિશ્ચિત સમયગાળા દરમિયાન તબીબી સારવારના ખર્ચ સામે કવરેજની ખાતરી આપે છે. જેની ગણતરી થોડી જટિલ હોય છે. જોકે, ત્રણ અગત્યના પરિબળો જે તમારી પર્સનલ વીમા પોલિસીના પ્રીમિયમની ગણતરી માટે ઉપયોગમાં લેવાય. જેમાં કવરનો સમયગાળો, જેના માટે કવર લેવાનું હોય તે અને જોખમ પરિબળ.

કવરનો સમયગાળો
પોલિસીની મુદત પ્રીમિયમની રકમ પર અસર કરે છે, જેમ કે વધુ વર્ષોની સંખ્યા હશે તો પ્રીમિયમ વધુ હશે. મોટાભાગની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી તમનેકવરેજની અવધિ પસંદ કરવાનો વિકલ્પ આપે છે. તમે એક થી ત્રણ વર્ષ માટે પ્લાન ખરીદી શકો છો અને અમુક સમયગાળા પછી તેને રિન્યુ કરી શકો છો. લાંબા ગાળા માટે કવરેજ આપતી પોલિસીઓની સારી બાબત એ છે કે તેના પ્રીમિયમ પર ટકાવારીની છૂટ હોય છે જે લાંબા ગાળા માટેની પોલિસી ખરીદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

કવરેજ
કવરેજને મોટાભાગે ત્રણ પરિબળો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં કવરેજ પ્રકાર, ઓફર કરવામાં આવેલ લાભો અને કવરેજ રકમ અથવા વીમા રકમ.

A કવરેજનો પ્રકાર
​​​​​​​ફેમિલી ફ્લોટર પ્લાનમાં પ્રીમિયમ ગણતરી સૌથી મોટા સભ્યની ઉંમર, આવરી લેવાયેલ સભ્યોની સંખ્યા અને એક જ પ્લાનમાં આવરી લેવાયેલ વયસ્કો અને બાળકોની સંખ્યા વગેરે પર આધારિત હોય છે. પર્સનલ પ્લાન વીમેદાર સભ્યની ઉંમરને પણ ધ્યાનમાં લે છે. પરિવાર માટે તમામ સભ્યોની ઉંમર ધ્યાને લેવાય છે.

B ફાયદાઓ
પોલિસીમાં આપેલ લાભોની સંખ્યા તમારા પ્રીમિયમ પર સીધી અસર કરે છે. જો પ્લાનમાં વધુ લાભ હોય તો તમારે વધારે પ્રીમિયમ આપવું પડશે.તમારે જોઈતા યોગ્ય લાભોની પસંદગી કરવા વિવિધ આરોગ્ય વીમા પ્લાનની તુલના કરો. વધારાના લાભની જરૂર ન હોય તો તેનું પ્રીમિયમ ચૂકવવાનું ટાળો.

C વીમાની રકમ
વીમા કવરમાં જેટલી વધુ વીમા રકમ હશે એટલું જ વધુ પ્રીમિયમ હશે. ઊંચી વીમા રકમ આવરી લેવા માટે ઓછું પ્રીમિયમ ચૂકવતી વખતે, મૂળભૂત પ્લાન સાથે સુપર ટોપ-અપ પ્લાન ખરીદવો. સુપર ટોપ-અપ પ્લાન્સ તમને પ્રમાણમાં ઓછા પ્રીમિયમ પર મોટું કવરેજ મેળવવામાં મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...