મગફળીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીની સરખામણીએ હાલમાં આવક ઓછી થઈ રહી છે તેમજ બારમાસી તેલ ભરવાની સિઝન પણ 90 ટકા પૂર્ણ થઈ ગઈ છે. એવામાં 10 દિવસમાં સીંગતેલમાં ડબ્બે રૂપિયા 60નો વધારો થયો છે. 17 માર્ચના રોજ સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2950નો થયો હતો.
જ્યારે કપાસિયા, પામોલીન તેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 1810 થયો હતો. પામોલીન તેલનો ડબ્બો 1545, સરસવ તેલ 1930નો થયો હતો.વેપારીઓના જણાવ્યાનુસાર હાલમાં ખાદ્યતેલમાં સામાન્ય લોકો તરફથી ખરીદી છે નહીં. મગફળીની આવક ઓછી હોવાને કારણે પીલાણ પણ ઘટી રહ્યું છે. અત્યારે સોરાષ્ટ્રની ઓઇલ મિલમાં 20 થી 50 ટકા જ કામકાજ હોવાનું ઓઇલ મિલરો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.