કોરોના રાજકોટ LIVE:શહેરમાં 10 દિવસમાં 36 કેસ નોંધાયા, ગઇકાલે 3 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસ 33

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કુલ કેસની સંખ્યા 63746 પર પહોંચી, વેસ્ટ ઝોનમાં સંક્રમણ વધારે

રાજકોટમાં દિવસેને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. ગઇકાલે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં છેલ્લા 10 દિવસમાં 36 કેસ નોંધાયા છે. તેમજ ગઇકાલે 3 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા 33 રહી છે. તેમજ કુલ કેસની સંખ્યા 63746 પર પહોંચી છે.

10 વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત ગઇકાલે 4 કેસ નોંધાયા તેમાં ભારતીનગર વોર્ડ નં. 1માં રહેતા 55 વર્ષના પ્રૌઢ, વોર્ડ નં. 11 આસમાન એવન્યુ મવડીમાં રહેતા 30 વર્ષીય યુવતી, એરપોર્ટ રોડ પર રહેતા 59 વર્ષીય આધેડ અને ઇન્દ્રપ્રસ્થનગર વોર્ડ નં.7માં રહેતી 10 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. જ્યારે સપ્તાહ પહેલા પોઝિટિવ આવેલા 3 દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. રાજકોટમાં કોરોનાના કેસ આવવાની શરૂઆત એક સપ્તાહ પહેલા થઈ હતી અને બધા કેસ હોમ આઈસોલેશનમાં હોવાથી એક જ સપ્તાહમાં ડિસ્ચાર્જ જાહેર કરી દેવાશે. આથી હવે કેસની સંખ્યા જો ક્રમશ: ન વધે તો એકાદ અઠવાડિયા સુધી એક્ટિવ કેસની સ્થિતિ સ્થિર રહેશે અને ત્યારબાદ કેસ ઘટતા એક્ટિવ કેસ પણ ઘટી જશે.

વેસ્ટ ઝોનમાં કેસની સંખ્યા વધારે બીજી તરફ ગાંધીગ્રામ વિસ્તારના 45 વર્ષનો યુવાન જે તાજેતરમાં મથુરાથી આવ્યો હતો તેણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસ સતત વધી રહ્યા છે. રાજકોટમાં કેસમાં જે વધારો આવ્યો છે તેમાં દર વખતની જેમ વેસ્ટઝોનમાં જ પ્રમાણ વધારે રહે છે. શુક્રવારે જે 8 કેસ આવ્યા તેમાંથી 3 કેસ વોર્ડ નં.11 અને 8ના છે. 8 કેસમાં શાસ્ત્રીનગરમાં 45 વર્ષીય મહિલા, ગાંધીગ્રામમાં 45 વર્ષીય પ્રૌઢ, રેસકોર્સ પાર્કમાં 23 વર્ષીય યુવાન, મવડીમાં 60 વર્ષીય વૃદ્ધા, ઉદયનગરમાં 22 વર્ષીય યુવાન, મેહુલનગરમાં 34 વર્ષીય યુવાન, મેહુલનગરમાં 58 વર્ષીય વૃદ્ધા અને બાબારીયા કોલોનીમાં 36 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...