કાર્યવાહી:ઇમરાન મેણુની પત્ની ચલાવતી’તી જુગાર ક્લબ, 5 મહિલા સહિત 12 શખ્સ પકડાયા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભિસ્તીવાડ ચોક, સ્લમ ક્વાર્ટરમાં ભાડાના મકાનમાં રમાતો હતો જુગાર
  • 1.48 લાખની રોકડ કબજે, અન્ય બે દરોડામાં 6 મહિલા સહિત 14 ઝડપાયા

શહેરના ભિસ્તીવાડનો નામચીન ઇમરાન મેણુની પત્ની અલ્કા સ્લમ ક્વાર્ટરમાં ભાડાના મકાનમા જુગારીઓને ભેગા કરી જુગાર રમાડતી હોવાની પ્રદ્યુમ્નનગર પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે મોડી રાતે દરોડો પાડતા જુગારીઓના હોશકોશ ઊડી ગયા હતા. પોલીસે ક્વાર્ટરમાં તીનપત્તીનો જુગાર રમતા અલ્કા ઉપરાંત અશોક ગોવિંદ દવે, અરવિંદ લાલજી ગઢિયા, પ્રવીણ હીરા બોરીચા, મનોજ નરોત્તમ ગજ્જર, મનીષ દેવરાજ સાવકિયા, વિજય છગન રામાણી, ચિરાગ બળવંત ગજ્જર, રેખા મુન્ના પરમાર, જયોત્સના પ્રવીણ કુંભારવાડિયા અને જામનગરથી જુગાર રમવા આવેલી નયના રાજેશ બામણિયા, રિદ્ધિ વિપુલ ચૌહાણને પકડી પાડ્યા હતા.

પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.1,48,500 ઉપરાંત નવ મોબાઇલ, બે બાઇક મળી કુલ રૂ.2,70,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે. જુગારના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલી અલ્કા નાલ ઉઘરાવી જુગાર રમાડતી હોવાનું અને જુગાર રમતા પકડાયેલાઓમાં કોઇ સિક્યુરિટી ગાર્ડ તરીકે, બિલ્ડિંગ મટિરિયલ્સનો વેપાર, ફર્નિચરનો, ઇમિટેશન તેમજ મિસ્ત્રીકામ કરતા હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે. ગુજસીટોકના ગુનામાં જેલહવાલે રહેલા ઇમરાન મેણુની પત્નીએ કેટલાક દિવસોથી જુગાર રમાડવાનું શરૂ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

જ્યારે કોઠારિયા મેઇન રોડ, આશાપુરા સોસાયટી-7માં લીના ડાયા રોકડ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી લીના ઉપરાંત નયનાબા વનરાજસિંહ સરવૈયા, શીતલ લાલજી હાડા, કૈલાસ સુરેશ રોજાસરા, મનીષા રણજિત બાબરિયા અને રીના ઉર્ફે જાડી વિનોદ કડેવાલને રોકડા રૂ.21,470 સાથે ભક્તિનગર પોલીસે તેમજ ભગવતીપરા આશાબાપીર રોડ પર દેવીપૂજકવાસમાં જાહેરમાં જુગાર રમતા સંજય નટુ ઉધરેજિયા, કનક ધીરૂ ઉધરેજિયા, અરવિંદ જેન્તી વાણોદિયા, વિશાલ જયેશ ઉધરેજિયા, સંજય વજુ ઉધરેજિયા, રમેશ મયૂર વાણુકિયા, સુભાષ રમેશ વાણુકિયા અને જયેશ જેન્તી વાણોદિયાને રૂ.15,190ની રોકડ સાથે બી ડિવિઝન પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...