મોટા લોકોની ખોટી વાતો:રાજકોટમાં સ્થિતિ સુધરવાને બદલે વણસી, બેડ અને રેમડેસિવિર મળતા નથી, એમ્બ્યુલન્સ અને સ્મશાનમાં લાંબુ વેઇટિંગ, બે દિવસ પહેલા કરેલા દાવા પોકળ

રાજકોટ9 મહિનો પહેલા
સ્મશાનમાં પણ વેઇટિંગ.
  • સરકારની વાત જવાબદાર માનતું નથી અથવા ગણતું નથી તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે

રાજકોટમાં કોરોનાની સ્થિતિ સુધરવાને બદલે વધુને વધુ વણસી રહી છે. કોરોનાની સમીક્ષા કરવા આવેલા મોટા લોકોએ મોટી મોટી વાતુ કરી અને જતા રહ્યાં. પરંતુ જવાબદારો મોટા લોકોની વાતને માનતા નથી કે પછી ગણતા નથી તેવું ચિત્ર છેલ્લા દિવસમાં રાજકોટની કોરોનાની સ્થિતિ જોઇને સ્પષ્ટ થાય છે. મોટા લોકોની ખોટી વાતો પુરવાર થઇ હોય તેમ બે દિવસથી બેડ અને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. એમ્બ્યુલન્સ અને સ્મશાનમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. આથી મોટા લોકોએ બે દિવસ પહેલા કરેલા દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે.

રાજકોટ જિલ્લામાં 1600થી વધુ બેડ ખાલીનો દાવો
રાજકોટમાં એક તરફ ખાનગી અને બીજી તરફ સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીને બેડ મળવા અતિ મૂશ્કેલ બની રહ્યાં છે, ખુદ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને લઈને આવતી 108ને લાંબી કતારોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. આવા દ્રશ્યો છેલ્લા બે દિવસથી રાજકોટમાં જોવા મળી રહ્યાં છે. સરકારી તંત્રમાં રોજ 100થી વધુ ફરિયાદો બેડ માટે થાય છે અને છતાં મોટા લોકો મોટી વાતો કરી જાય છે કે રાજકોટ જિલ્લામાં કુલ 4293 બેડ છે. તેની સામે 2600 જેટલા બેડ ભરાયેલા છે અને 1600થી વધુ બેડ ખાલી છે. આટલા બેડ ખાલી હોવા છતાં દર્દીઓને દાખલ થવા માટે બહાર વારામાં કેમ રહેવું પડે છે તે મોટો પ્રશ્ન છે.

સ્મશાનમાં બોડી મળ્યા પછી સ્મશાને લઇ જવામાં વેઇટિંગ
રાજકોટમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયા પછી તેની ડેડબોડી સ્વજનોને આપવામાં આવે છે. પરંતુ હોસ્પિટલથી સ્મશાને લઇ જવા માટે પણ લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. સ્મશાને લઇ જવા માટે ત્રણથી ચાર કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. સરકારે લાકડાથી અંતિમસંસ્કાર કરવાની જાહેરાત કરી પણ સ્થિતિ વણસતા તેમાં પણ ચાર કલાકે વારો આવી રહ્યો છે. સ્મશાને પણ એક એમ્બ્યુલન્સમાં બે-બે મૃતદેહ લઇ જવા પડી રહ્યાં છે. સ્મશાને પણ અંતિમસંસ્કાર માટે લાઇનમાં ઉભું રહેવું પડે છે.

હોસ્પિટલથી સ્મશાને લઇ જવા માટે ચાર કલાકનું વેઇટિંગ.
હોસ્પિટલથી સ્મશાને લઇ જવા માટે ચાર કલાકનું વેઇટિંગ.

રેમડેસિવિરનો જથ્થો પુરતો હોવાનો પણ દાવો છતાં લાઇન કેમ
સ્થાનિક બાબુઓના રિપોર્ટના આધારે રેમડેસિવિર ઈન્જેક્શનની હાલ અછત નથી તેમ પણ જણાવાયું હતું. બે દિવસ પહેલા મોટા લોકો રાજકોટ આવ્યા અને અધિકારીઓ સાથે રેમડેસિવિર ઇન્જેક્શન વિશે ગહન ચર્ચા કરી રહ્યાં હતા તે સમયે જ મંગળારોડ પર ધોમધખતા તાપમાં લોકો રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા લાંબી કતારોમાં ઉભા નજરે પડ્યા હતા. સિવિલ પહેલેથી ફૂલ થઈ જતા ટ્રોમા સેન્ટરને કોવિડ દર્દીઓ માટે ફાળવાયું હતું પરંતુ કોરોનાના પેશન્ટનો ધસારો એટલો તીવ્ર છે કે એક દિવસમાં જ તે પણ ફૂલ થઈ ગયું છે.

ટેસ્ટિંગ બુથ પર એન્ટીજન કિટની અછત.
ટેસ્ટિંગ બુથ પર એન્ટીજન કિટની અછત.

ટેસ્ટિંગ બુથ પર એન્ટિજન કિટની અછત
વહીવટી, મનપા અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પોતાની હેઠળના કર્મચારીઓ પાસેથી કાગળમાં રિપોર્ટ મેળવીને સબ સલામત છે તેવા અહેવાલો તૈયાર કરવાને બદલે પોતે આમ નાગરિક બનીને સાદા વેશમાં જઈને કોઈ મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર માંગવું જોઈએ, કોઈ હોસ્પિટલને ફોન કરીને પૂછવું જોઈએ કે કોરોનાના દર્દીને દાખલ કરવાના છે જ્યાં પહેલા બેડ નથી તે જવાબ અપાશે અને બેડ કદાચ મળી જાય તો ચાર્જ પણ પૂછી લેવો જોઇએ. કોરોના ટેસ્ટિંગ બુથ પર એકવાર નાગરિક બનીને એન્ટીજન ટેસ્ટ કરાવવા પહોંચવું અથવા તો સિવિલ કે ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે જઈને જોવું કે કેટલી કતાર હોય છે. પરંતુ, જો આમ થાય તો વાસ્તવિકતા પર પડદો પાડવો મૂશ્કેલ બની જાય છે.

સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી કતાર.
સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી કતાર.

જસદણ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નહીં
રાજકોટ શહેર નહીં ગ્રામ્યમાં પણ આવી જ હાલત છે. જસદણ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. જ્યારે ગોંડલ અને ધોરાજીમાં પણ 9 અને 15 જ બેડ વધ્યા છે. સિવિલમાં કોરોના વોર્ડ માટે અલગ-અલગ વિભાગો ખાલી કર્યા બાદ ગાયનેક વિભાગને પણ પદ્મકુંવરબામાં શિફ્ટ કરી ત્યાં 100 બેડ ઉમેરાશે અને તેનાથી હવે સિવિલ હોસ્પિટલ કોવિડમાં ફેરવાય ગઈ છે. સમરસ હોસ્ટેલમાં હજુ ઓક્સિજન લાઈન નખાઇ રહી છે અને રાત સુધીમાં બીજા 64 બેડ તૈયાર કરવા પ્રયત્ન છે.

શનિવાર સાંજ 4 સુધીની સ્થિતિ

હોસ્પિટલકુલઓક્સિજનવેન્ટિલેટરખાલી
બેડબેડબેડબેડ
સિવિલ80853820523
સમરસ292236027
ઈએસઆઈએસ4141041
કેન્સર હોસ્પિ.19717702
ગોંડલ હોસ્પિ.555409
જસદણ હોસ્પિ.242400
ધોરાજી હોસ્પિ.7035015
ખાનગી હોસ્પિ.110180629525
કુલ25881911500142
અન્ય સમાચારો પણ છે...