• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Import Duty On Cotton Abolished, But Saurashtra's Ginning Mill Will Not Benefit; If The Price Is Maintained, The Burden On The Sari Industry Will Be Reduced By Rs. 1 Per Meter

કપાસના ઉંચા ભાવ:કોટન પરની આયાત ડ્યૂટી દૂર પરંતુ સૌરાષ્ટ્રની જીનિંગ મિલને ફાયદો નહિ થાય; ભાવ જળવાશે તો સાડી ઉદ્યોગને મીટર દીઠ રૂ.1 બોજો ઘટશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્પિનિંગ મિલમાં 15 ટકા કામ કાજ ઘટાડી દેવાયા
  • જેતપુરમાં રોજની 2 લાખ સાડીનું ઉત્પાદન ઘટ્યું

આ વર્ષે કપાસના ભાવ ઓલ ટાઈમ હાઇ રહ્યા છે. પરંતુ, આ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગકારો- વેપારીના જણાવ્યાનુસાર કોટન પરની આયાત ડ્યૂટી દૂર કરાઈ છે, પરંતુ તેનો કોઈ વિશેષ ફાયદો નહિ મળે. કારણ કે, જ્યારે આયાત ડ્યૂટી દૂર કરાઇ તે દિવસે ભાવ ઘટ્યા હતા, પરંતુ બીજા દિવસે ફરી ભાવ વધ્યા હતા. જિનર્સના જણાવ્યાનુસાર જીનિંગ મિલને ફાયદો એટલે નહિ થાય કારણ કે, ઓક્ટોબર માસ સુધીમાં વિદેશમાંથી માલ આવી જાય એવી કોઇ સંભાવના નથી. ઉંચા ભાવને કારણે સ્પિનિંગ મિલમાં 15 ટકા, જેતપુરમાં દૈનિક 2 લાખ સાડીનું ઉત્પાદન ઘટી ગયું છે.

  • 91-95 હજાર સુધી ગાંસડીનો ભાવ થયો છે.
  • 30-35% હિસ્સો કપાસના વાવેતરમાં ગુજરાતનો
  • 8-10 લાખ સાડીનું દૈનિક ઉત્પાદન જેતપુરમાં છે.
  • 2500 સુધી કપાસનો ભાવ ઓલ ટાઇમ હાઈ રહ્યો છે.
  • 12-15 હજાર ગાંસડી જીનિંગ મિલમાં દૈનિક સૌરાષ્ટ્રમાં ખપી જાય છે.

કપાસના ભાવ ઉંચા રહેવાનાં આ કારણો

  • કપાસનું વાવેતર- ઉત્પાદન ઘટ્યું છે
  • ગુલાબી ઈયળના ઉપદ્રવથી ઉત્પાદનમાં અસર આવી
  • સારી ક્વોલિટીના કપાસની અછત
  • બીજા રાજ્યોમાંથી આવતો માલ પણ ઘટી રહ્યો છે

રશિયા -યુક્રેન યુદ્ધ બાદ યાર્નની ડિમાન્ડ ઘટી છે

  • સ્પિનિંગ મિલ સપ્તાહમાં એક- બે દિવસ બંધ રહેવા લાગી
  • જીનિંગ મિલ 50 ટકા બંધ થઇ ગઇ
  • સાડી ઉદ્યોગના ચોવીસ કલાક ચાલુ રહેતા એકમોમાં ચાર કલાક જ કામકાજ

(નોંધ- સ્પિનિંગ,જીનિંગ અને ટેક્સટાઇલ્સ ઉદ્યોગકારોએ ભાવવધારાનું કારણ, અસર અને આંકડાકીય માહિતી આપી એ મુજબ)

લાંબા ગાળાનો ફાયદો થશે
ફોરેનના કોટનની કિંમત ઊંચી જ છે. હાલ ઉંચા ભાવને કારણે સ્પિનિંગમાં કામકાજ ઘટી ગયા છે. હાલ ઉંચા ભાવને કારણે નફાના માર્જિન ઓછા થઈ ગયા છે. જો શિપમેન્ટ મળી રહેશે તો ભાવ સ્ટેબલ થઇ જશે. - ગૌતમભાઈ ધમસાણિયા

વિદેશનું કોટન આપણા કરતા પણ મોંઘું
આયાત ડ્યૂટી ઘટતાની સાથે જ માર્કેટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જેથી ખરીદી ન થઇ. યુરોપ કન્ટ્રીના કોટન પર આધારિત રહેવું પડે છે. જો ભાવ ન વધે તો મીટર દીઠ રૂ. 1થી 2 બોજો ઘટી શકે. - જયંતીભાઈ રામલિયા, જેતપુર

મુદત ઓક્ટોબર માસ સુધીની જ અપાઈ છે
આયાત ડ્યૂટી દરની મુદત ઓક્ટોબર માસ સુધીની જ છે. વિદેશથી માલ મળે તેમાં શિપમેન્ટની અવેબિલિટી, ત્યાંથી માલ મોકલનારની અનુકૂળતા વગેરે પરિસ્થિતિ પર આધારિત હોય છે. -અરવિંદભાઈ પટેલ, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...