ભાવવધારો:યુક્રેન-રશિયા યુદ્ધની અસર, સટ્ટાખોરીથી તેલના ભાવમાં રૂપિયા 70 સુધીનો ઉછાળો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બજારમાં જરૂરિયાત સામે ઓછી ખરીદી, આયાતી તેલ મોંઘા બનતા મુખ્ય તેલના ભાવમાં પણ ઉછાળો, સિંગતેલના ભાવે હવે રૂ.2500ની સપાટી વટાવી

સ્ટોક નિયંત્રણ અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની અસરને કારણે ખાદ્યતેલમાં કૃત્રિમ અછત-તેજી જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યાનુસાર પોર્ટ પરથી નવા માલની આવક પહેલા કરતા ઘટી ગઇ છે, તો સ્થાનિક આંગણે થતા નવા સોદા પર બ્રેક લાગી છે. મોંઘા ભાવની ખરીદી કરવા હોલસેલર કે ઓઈલમિલરો કોઈ તૈયાર નથી. આ તકનો લાભ સટ્ટાખોરો લેતા કૃત્રિમ તેજી ઊભી થઇ છે. બીજી તરફ આયાતી તેલ મોંઘા બન્યા છે, તો તેની અસરને કારણે સિંગતેલ અને કપાસિયા તેલમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બુધવારે ખાદ્યતેલમાં રૂ.10થી લઇને રૂ.70 સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

સિંગતેલમાં રૂ.40નો ભાવવધારો થતા હવે તેનો ભાવ રૂ.2500 સપાટી કુદાવીને રૂ. 2530 એ પહોંચ્યો છે. તેલના સતત વધતા જતા ભાવને કારણે સામાન્ય વર્ગને મોંઘા ભાવની ખરીદી કરવી પોષાય એમ નથી. આથી તેઓ જરૂરિયાત પૂરતી જ ખરીદી કરે છે. વેપારીઓના જણાવ્યાનુસાર હજુ એક મહિના સુધી કોઇ નવો માલ આવે તેવી કોઇ સંભાવના દેખાતી નથી. પામોલીન, કપાસિયા અને સરસવ તેલના ભાવમાં વધારો આવે તેવી સંભાવના છે. અત્યારે જે પામોલીન તેલ આવે છે તેનો ઉપયોગ બાયોડીઝલમાં થાય છે. જેથી આમ પણ તેની આવક ઓછી થઇ રહી છે.

24 કલાકમાં ખાદ્યતેલમાં થયેલી ઊથલપાથલ

ખાદ્યતેલમંગળવારનો ભાવબુધવારનો ભાવ
સિંગતેલ24902530
કપાસિયા24602490
પામોલીન24252495
સરસવ24202430
સનફ્લાવર23502400
કોર્ન ઓઈલ22702290
વનસ્પતિ ઘી24202460
કોપરેલ25802580
દિવેેલ23202370

​​​​​​​

નાના વેપારી પર લગામ, આયાતકારોને છૂટો દોર
સ્ટોક નિયત્રંણ લાગુ કરીને નાના વેપારી, ઓઈલમિલરો પર લગામ કસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે આયાતકારોને છૂટો દોર આપી દીધો છે. જેને કારણે હવે પરિસ્થિતિ એ થશે કે, આખે આખી માર્કેટ આયાતકારોના હાથમાં ચાલી જશે. આનાથી નાના વેપારીઓને બેવડો માર લાગુ થવાની સંભાવના છે. હાલ બજારમાં ડિમાન્ડ નીકળે તો જ ઓઈલમિલરો ખરીદી કરે છે. અન્યથા કોઈ રિસ્ક લેવા માટે તૈયાર થતા નથી તેમ સૌરાષ્ટ્ર ઓઇલમિલ એસો.ના પ્રમુખ કિશોરભાઈ વિરડિયા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...