ખાદ્યતેલ ભડકે બળ્યું:રશિયા-યુક્રેન યુદ્ધની અસરથી સનફ્લાવરમાં રૂ. 280, કપાસિયા તેલમાં રૂ.110 અને સીંગતેલમાં રૂ.90નો વધારો

રાજકોટ7 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • 15 દિવસમાં 20થી 30%નો ભાવવધારો
  • એક અઠવાડિયામાં પામતેલમાં 260 ભાવ વધ્યો
  • કપાસિયામાં 30, સરસવમાં 10 અને સીંગતેલમાં 40નો વધારો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ખાદ્યતેલ બજાર ભડકે બળી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 20થી 30% ભાવવધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહથી સતત ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરસાણ ઉદ્યોગમાં વપરાતા પામતેલમાં મંગળવારે રૂ.150 બાદ ગઇકાલે 70 રૂપિયાનો જંગી વધારો થયો છે, જ્યારે ઘર વપરાશી સનફ્લાવર તેલમાં રૂ. 50નો વધારો થયો છે. કપાસિયા તેલમાં રૂ.30, સરસવ તેલમાં રૂ.10 અને સીંગતેલમાં રૂ. 40નો વધારો થયો હતો. રોજબરોજ સીંગતેલ સહિતના તેલમાં ભાવવધારો થતાં મધ્યમવર્ગીય પરિવારની હાલત ખાયે તો ખાયે ક્યા, જાયે તો જાયે કહાં? જેવી કફોડી થઈ છે.

સીંગતેલ 2530 અને કપાસિયા તેલનો ભાવ 2490 પર પહોંચ્યો
પાંચ રાજ્યની ચૂંટણીને કારણે પેટ્રોલના ભાવ નિયંત્રણમાં આવ્યા છે, જોકે સાવ નીચા નથી આવ્યા, પરંતુ દૂધ અને ખાદ્યતેલમાં મોંઘવારી ફાટી નીકળતાં મધ્યમવર્ગીય લોકોની હાલત કફોડી થઈ છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે હાલ છેલ્લા 15 દિવસમાં તેલના ભાવમાં 20થી 30% જેટલો ભાવવધારો જોવા મળ્યો છે. આજે સીંગતેલ કપાસિયાતેલ અને પામોલીન તેલના ભાવ એકસમાન સપાટીએ પહોંચી ગયા છે. આજના ભાવની વાત કરવામાં આવે તો સીંગતેલ ભાવ 2530, કપાસિયા તેલનો ભાવ 2490 અને પામોલીન તેલનો ભાવ 2495 સુધી પહોંચી ગયો છે.

સીંગતેલ 2530 અને કપાસિયા તેલનો ભાવ 2490 પર પહોંચ્યો.
સીંગતેલ 2530 અને કપાસિયા તેલનો ભાવ 2490 પર પહોંચ્યો.

60 ટકા તેલ વિદેશથી આયાત કરવામાં આવે છેઃ વેપારી
રાજકોટમાં તેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 20થી 30% ભાવવધારો જોવા મળ્યો છે. આપણા દેશની જરૂરિયાત મુજબ 60% તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે. મલેશિયાથી મોટા ભાગે પામોલીન તેલ આયાત કરવામાં આવે છે. પામોલીન કરતાં સીંગતેલના ભાવ ઓછા હોવાની ઘટના પ્રથમ વખત આ યુદ્ધને કારણે જોવા મળી છે, સાથે જ આગામી સમયમાં દેશી તેલની પણ અછત ભારતભરમાં જોવા મળે એવી પૂરી શક્યતા હોવાનું વેપારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈ પોપટ.
ખાદ્યતેલના વેપારી ભાવેશભાઈ પોપટ.

લોકો રિફાઈન્ડ તેલનો વધારે ઉપયોગ કરે છે
મોટા ભાગે લોકો ખાદ્યતેલમાં રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરે છે, પરંતુ ભાવ સતત ઊંચા જાય છે. યુક્રેન- રશિયાની યુદ્ધની સ્થિતિમાં આયાતી તેલોમાં ધરખમ વધારો થયો છે. પામતેલના વાયદાઓ મજબૂત બન્યા છે. ગત મંગળવારથી આ મંગળવાર સુધીમાં પામતેલમાં ડબે રૂપિયા 260 વધી જતાં ફરસાણ ઉદ્યોગ પરેશાન થઈ ગયો છે. સરસિયા તેલમાં સાપ્તાહિક વધારો રૂપિયા 180, સનફલાવર તેલમાં સાપ્તાહિક વધારો 280, મકાઈ તેલમાં સાપ્તાહિક વધારો 170 થયો છે.

3 દિવસમાં કૂદકે ને ભૂસકે ભાવ વધ્યા

ખાદ્યતેલનું નામસોમમંગળબુધવાર
સીંગતેલ244024902530
કપાસિયા238024602490
પામોલીન227524252495
સરસવ244024302430
સનફ્લાવર228023702400
વનસ્પતિ ઘી238024202460
કોપરેલ258025802580
અન્ય સમાચારો પણ છે...