• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Impact Of Ground Report On ST Busport In Rajkot, System Woke Up Successfully, No Entry To Passengers In Busport Without Mask From Today

DB ઈમ્પેક્ટ:રાજકોટમાં એસટી બસપોર્ટ પર કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટની અસર, તંત્ર સફાળું જાગ્યું, આજથી માસ્ક વગર બસપોર્ટમાં મુસાફરોને નો એન્ટ્રી

રાજકોટ6 મહિનો પહેલા
  • આજે 100 જેટલા લોકોએ માસ્ક પહેર્યું ન હતું: સિક્યોરિટી સુપરવાઈઝર
  • ગઈકાલે બસપોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડ્યાના દૃશ્યો જોવા મળ્યા હતા
  • બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર અને લોકોએ સાવચેત થવું જરૂરી

રાજકોટ શહેરમાં કોરોનના કેસમાં એકાએક આવેલા ઉછાળા બાદ દિવ્યભાસ્કરની ટીમ દ્વારા ગઈકાલે રાજકોટ એસટી બસપોર્ટ પર કોવીડ ગાઇડલાઇન્સના ઉલાળિયા થતા હોવા અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેની સીધી અસર બીજા જ દિવસે જોવા મળી છે. આજે તંત્ર સફાળું જાગ્યું છે અને માસ્ક વગર મુસાફરો માટે 'નો માસ્ક, એન્ટ્રી નો' નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. માસ્ક વગર બસપોર્ટની અંદર લોકોને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો.

આજે તંત્ર સફાળું જાગ્યું છે
આજે તંત્ર સફાળું જાગ્યું છે
કેટલાક લોકો એવા પણ છે જે અંદર ગયા પછી માસ્ક ઉતારી દેતા હોય છે: સિક્યોરિટી સુપરવાઈઝર
કેટલાક લોકો એવા પણ છે જે અંદર ગયા પછી માસ્ક ઉતારી દેતા હોય છે: સિક્યોરિટી સુપરવાઈઝર

100 જેટલા લોકોએ માસ્ક પહેર્યું ન હતું
આ મુદ્દે સિક્યોરિટી સુપરવાઈઝરએ જણાવ્યું હતું કે, રાજકોટ બસપોર્ટ પર આજે સવારથી એન્ટ્રી પોઇન્ટ ઉપર સિક્યોરિટી ગાર્ડ દ્વારા માસ્ક પહેર્યા વગર આવતા લોકોને એન્ટ્રી આપવામાં નથી આવતી. જો કે કેટલાક લોકો એવા પણ છે જે અંદર ગયા પછી માસ્ક ઉતારી દેતા હોય છે અને આજે સવાર થી બપોર સુધી લગભગ 100 જેટલા લોકો એવા હતા જેમને માસ્ક પહેર્યું ન હતું જેમને અમેં માસ્ક વગર એન્ટ્રી આપી નથી.

બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે લોકોએ સાવચેત થવું જરૂરી છે
બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે લોકોએ સાવચેત થવું જરૂરી છે
મુસાફરોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે
મુસાફરોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે

તંત્ર અને લોકોએ સાવચેત થવું જરૂરી છે
મંગળવારે 36 પોઝિટિવ કેસ બાદ બુધવારે સીધા ચાર ગણા ઉછાળા સાથે 141 પોઝિટિવ કેસ આવતા. ગઈકાલે રાજકોટના ઢેબર રોડ પર આવેલ એસટી બસપોર્ટ ખાતે દિવ્યભાસ્કરની ટીમ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એસટીના કર્મચારીઓ અને મુસાફરો બેદરકારી દાખવી ખુલ્લેઆમ કોવિડ ગાઇડલાઇનનો ઉલાળિયો કરી માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલ્યાનું સામે આવ્યું હતું. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર અને લોકોએ સાવચેત થવું જરૂરી છે અને કેટલાક નિયમો માટે નિયંત્રણ લાવવું પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...